GSTV
Home » News » કોંગ્રેસના ઈશારે સિખોની હત્યા કરાઈ: PMનાં આકરા પ્રહાર

કોંગ્રેસના ઈશારે સિખોની હત્યા કરાઈ: PMનાં આકરા પ્રહાર

pm modi Rohtak

હરિયાણાના રોહતકમાં પીએમ મોદીએ જનસભા સંબોધી કોંગ્રેસને સિખ રમખાણ મામલે નિશાને લીધા. પીએમ મોદીએ જણાવ્યુ કે, 1984માં થયેલા સિખ રમખાણ મામલે કોંગ્રેસના નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ માટે સિખ લોકોના જીવનનું કોઈ મુલ્ય નથી. કોંગ્રેસના શાસનમાં હજારો સિખોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. દિલ્હીમાં 2,800 સિખની હત્યા કરી દેવામાં આવી. તેમ છતા કોંગ્રેસ અને તેમના નેતાઓને કોઈ ફરક પડતો નથી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે,  હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સિખોને નિશાન બનાવવામાં  આવ્યા. જેનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા હતા. સિખોને મારવાનું પાપ કોંગ્રેસના મોટા નેતાઓએ કર્યુ. અને આજે કોંગ્રેસ એવુ કહે છે કે, જે થયુ તે ભલે થયું. આ પ્રકારનું નિવેદન આપનાર ગાંધી પરિવારના સૌથી મોટા રાજદાર છે. અને રાહુલ ગાંધીના ગુરૂ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, આજે દેશમાં મજબૂત સરકાર છે જે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં સમર્થ છે. આજે  આપણો દેશ મજબૂત અર્થ વ્યવસ્થા સાથે આગળ ચાલી રહ્યો છે.

read also

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!