GSTV

બંગાળમાં દુર્ગાપૂજાના જશ્નમાં સામેલ થયા PM મોદી,કહ્યું- કોરોનાથી દુર્ગાપૂજાની ઉજવણીની દિવ્યતા-ભવ્યતાને અસર ન થઇ

મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના કાર્યક્રમમાં જોડાયા છે. દુર્ગાપૂજા પંડાલના ઉદઘાટન પહેલા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.પીએમે પોતાના પ્રવચનમાં કહ્યું કે, મને લાગે છે કે હું બંગાળમાં જ હાજર છું. બંગાળની ધરતીને નમન. દુર્ગા પૂજાનું પર્વ એકતાનું પર્વ છે. સમગ્ર દેશ બંગાળમય થાય, બંગાળની ધરતી સાથે જોડાયેલા તમામ મહાપુરૂષોને યાદ કર્યાં હતાં અને તેને નમન કર્યાં હતાં.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત બંગાળી ભાષામાં કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે આ કાર્યક્રમને સંબોધીત કર્યું છે. પીએમએ પોતાના સંબોધનની શરૂઆત બંગાળી ભાષામાં કરી છે. પીએમે કહ્યું કે, ભક્તિની શક્તિ એવી છે કે દિલ્હી જ નહીં પરંતુ બંગાળમાં હું છું. જ્યારે માં દુર્ગાનો આશિર્વાદ તો સમગ્ર દેશ આજે બંગાળ થઈ જાય છે. પીએમએ કહ્યું છે કે, બંગાળની ધરતીથી નિકળેલા લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોમં માં ભારતીની સેવા કરી છે.

પીએમ મોદીએ બંગાળના આ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા

પીએમ મોદીએ આ દરમયાન બંગાળથી નિકળેલા ઘણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું કે, આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ સહિત અન્ય લોકોને યાદ કરવાનો દિવસ છે. આજે ભારતને સંભાળવામાં બંગાળનું મોટુ યોગદાન છે.

જ્યારે કોઈનું દુઃખ દુર કરો ત્યારે જ દુર્ગાપૂજા પૂર્ણ થાય

પીએમ મોદીએ કહ્યું કે કલા અને સંગીતના ક્ષેત્રમાં પણ બંગાળે દેશનું નામ રોશન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, બંગાળના અવીન્દ્રનાથ ટૈગોરે ભારત માતાની દુર્ગા રૂપનો ફોટો બનાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આ વાખતે આપણે તમામ કોરોના સંકટની વચ્ચે દુર્ગાપૂજા મનાવી રહ્યાં છીએ. દરેકે અદભૂત સંયમ દેખાડ્યો છે. ભલે સંખ્યા ઉપર અસર પડ્યો હોય. પરંતુ દિવ્યતા અને ભવ્યતા તે જ છે. આ દુર્હાને પોતાની પુત્રી માનવામાં આવે છે અને ઘરમાં સ્વાગત કરવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે, તમામ પુત્રીને દુર્ગાની જેમ સમ્માન કરવાની શીખ દેવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે, દુર્ગાપૂજા ત્યારે જ પૂર્ણ થાય છે. જ્યારે આપણે કોઈનું દુઃખ દુર કરે છે.

મહિલાઓ માટે સરકાર હંમેશા સજાગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નારી શક્તિ તમામ પરીક્ષઆઓને પરાસ્ત કરવાની તાકાત રાખે છે. દરેક લોકોએ તેની સાથે ઉભુ રહેવું જોઈએ. ભાજપનો આ વિચાર, સંસ્કાર અને સંકલ્પ છે. દેશમાં મહિલાઓ માટે સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્રણ તલાક સામે કાયદો હોય કે પછી જનધન યોજનામાં મહિલાઓનું નામથી એકાઉન્ટ હોય. સ્વચ્છ ભારત હેઠળ શૌચાલયનું નિર્માણ હોય કે પછી રસોઈ ગેસમાં સિલિન્ડ પહોંચાડવાનું હોય, સરકારે મહિલાઓને આગળ વધારવા માટે કામ કર્યું છે. મહિલાઓની સુરક્ષા માટે સરકાર સજાગ છે. દુરાચાર કરનારાઓને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ બંગાળથી સફળ થશે. બંગાળના ઝડપી વિકાસ માટે નિરંતર કામ કરવામાં આવી રહ્યું છે. બંગાળમાં પીએમ આવાસ હેઠળ 30 લાખ ઘરો બનાવવામાં આવી ચુક્યાં છે. ઉજ્જવલા યોજનામાં 90 લાખ મહિલાઓને ગેસ કનેક્શન દેવામાં આવ્યું છે. બંગાળમાં ચાર કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યાં છે. પીએમએ કહ્યું કે, કલકતામાં મેટ્રો પ્રોજેક્ટમાં ઝડપ આવી છે. કેન્દ્ર સરકારે પૂર્વોત્તર ભારતના રાજ્યોના વિકાસના કામમાં ઝડપ લાવવામાં આવી છે. બંગાળ તેમાં કેન્દ્ર બની શકે છે. પીએમએ કહ્યું કે, શાંતિની સાથે આપણે ભાઈચારાને આગળ વધારવાનો છે અને દેશની એકતા માટે કામ કરવાનું છે.

10 દુર્ગા પૂજા પંડાલોમાં દેખાડાયું પ્રવચન

પશ્ચિમ બંગાળમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ગા પૂજા પંડાલનું વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સોલ્ટ લઈને એક પૂજા પંડાલમાં પહોચ્યાં હતાં. પીએમ મોદી જ્યારે બંગાળના દુર્ગા પૂજા પંડાલોના વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે. ત્યારે આ રાજ્યમાં 10 દુર્ગા પૂજા પંડાલોમાં લાઈવ દેખાડવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચુઅલ સંવાદને લઈને ખાસ તૈયારી કરવામાં આી છે. દરેક જગ્યાએ જશ્ન મનાવવામાં આવી રહી છે. કોરોનાના કારણે સોશયલ ડિસ્ટેન્સીંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું ટ્વિટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાષષ્ઠીના અવસર ઉપર આજે કલકતામાં થનારા દુર્ગા પૂજામાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. પશ્વિમ બંગાળમાં ભાઈઓ અને બહેનો, કાલે માં દુર્ગા પૂજાના મહાષષ્ઠીનો શુભ દિવસ છે. હું વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી પૂજા સમારોહમાં શામેલ થઈશ. કાર્યક્રમમાં તમે પણ લાઈવ જોડાઓ.

Read Also

Related posts

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!