GSTV

વિરાટ કોહલીને પીએમ મોદીનો સવાલ, યો-યો ટેસ્ટ શું છે …

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ અંગેની ચર્ચા દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી ‘યો યો ટેસ્ટ’ વિશે માહિતી મેળવી હતી અને એ પણ પૂછ્યું હતું કે કેપ્ટનને તે ટેસ્ટ આપવો પડે કે નહીં?

વડાપ્રધાન યો-યો ટેસ્ટ વિશે જાણવા ઉત્સુક

વડા પ્રધાન મોદી ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે ફિટનેસ પ્રતિ જાગૃત હસ્તીઓ અને નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ યો-યો ટેસ્ટ વિશે જાણવા માગતા હતા અને કોહલીને પણ પૂછ્યું હતું કે શું તેને પણ આ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે કે નહીં?
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મેં સાંભળ્યું છે કે આજકાલ ટીમમાં યો યો ટેસ્ટ થાય છે, તે શું છે? આ સવાલ પર ભારતના સૌથી ફિટ ક્રિકેટરોમાં સામેલ કોહલીએ જણાવ્યું હતું કે કેવી રીતે ‘યો યો ટેસ્ટ’થી ભારતીય ક્રિકેટરોને ઉચ્ચ સ્તર પર ફિટનેસ પ્રાપ્ત કરવામાં મદદ મળી.
કોહલીએ કહ્યું કે ‘ફિટનેસના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ ટેસ્ટ છે. જ્યારે આપણે વૈશ્વિક સ્તરે ફિટનેસની વાત કરીએ તો અમે હજી પણ અન્ય ટીમોથી પાછળ છીએ અને અમારે આ સ્તરમાં સુધારો કરવો પડશે.

આવી રીતે થાય છે સ્વાસ્થ્યની ચકાસણી

આ ટેસ્ટમાં ખેલાડીએ બે શંકુલ વચ્ચે સતત દોડવું પડે છે જે 20 મીટરના અંતરે હોય છે. જ્યારે સોફ્ટવેર પ્રથમ બીપ આપે છે ત્યારે પ્લેયર એક શંકુથી બીજા શંકુ તરફ ભાગે છે. જ્યારે ખેલાડી બીજા શંકુ પર પહોંચે છે ત્યારે બીજી બીપ સંભળાય છે. આ રીતે સમય રેકોર્ડ કરવામાં આવે છે અને છેલ્લે ફિટનેસ સ્કોરના માધ્યમ દ્વારા સોફ્ટવેર કહે છે કે પ્લેયર ફિટ છે કે નહીં. વિશ્વભરમાં ફૂટબોલ, હોકી અને હવે ક્રિકેટમાં પણ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટમાં તેની શરૂઆત કરી હતી અને હવે વિશ્વની લગભગ તમામ ક્રિકેટ ટીમો પણ આ ટેસ્ટનો ઉપયોગ કરી રહી છે.

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!