GSTV

નાગરિકતા કાયદા અંગે પીએમ મોદીની હુંકાર : દુનિયાભરના દબાણ છતા અમારો નિર્ણય અટલ

પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે, વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા, ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.

આવા નિર્ણયોની દેશ રાહ જોઈ રહ્યો હતો

તેમણે વધુમાં કહ્યું કે, મહાદેવના આશિર્વાદથી દેશ આજે એવા નિર્ણયો લઈ રહ્યો છે જે પહેલા પાછળ છોડી દેવામાં આવતા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી 370 રદ કરવામો નિર્ણય હોય કે પછી સીએેએ. વર્ષોથી આવા નિર્ણયોની દેશ રાહ જોઈ રહ્યો હતો. દેશ હિતમાં આ નિર્ણયો જરૂરી હતા.

જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુલ શતમાનોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા

વારાણસીની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુલ શતમાનોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં તેમણે સિદ્ધાર્થી સીખ વાણી ગ્રંથનુ 19 ભાષામાં વિમોચન કરતા કહ્યુ કે, રાષ્ટ્ર સત્તાથી નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોથી સર્જિત થા યછે. પીએમ મોદીએ તુલસીદાસને પણ યાદ કર્યા હતા અને કહ્યુ કે, રાષ્ટ્રનો મતલબએ નથી હોતો કે કોણે ક્યાંથી જીતી મેળવી અને કોની હાર થઈ છે. આપણે ત્યાં રાષ્ટ્ર સત્તા મેળવવાથી નહી પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોથી સર્જિત થાય છે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ સ્વદેશી વસ્તુની ખરીદી પર ભાર મુકતા કહ્યુ કે આપણે ઈમ્પોર્ટેડ જ શ્રેષ્ઠ છે. તે વિચારને બદલવો પડશે.

રામમંદિર પર પણ નિવેદન આપ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી રામમંદિર પર પણ નિવેદન આપ્યુ હતુ. આ સમયે સભા સ્થળે જ શ્રીરામના નારા પણ લાગ્યા હતા. રામ મંદિરનો વિષય દશકાઓ સુધી અદાલતમાં રહ્યો અને હવે મંદિર નિર્માણનો રસ્તો ખુલી ગયો છે. સરકારે પણ ટ્રસ્ટ નિર્માણની જાહેરાત કરી દીધી છે. 67 એકર જમીન પણ ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ત્યારે જલ્દી જ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થશે.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલનો સુરક્ષા ખર્ચ અમેરિકા નહી ઉઠાવે : પ્રમુખ ટ્રંપ

pratik shah

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan

વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કવોશ ખેલાડીને કોરોના ભરખી ગયો, 4 વાર જીત્યો હતો બ્રિટીશ ઓપન ખિતાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!