GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. તેની ઉજવણીના ભાગ રૂપે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. સીએમ વિજય રૂપાણી, ડે. સીએ નીતિન પટેલ, જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. પીએમ મોદી પોતાના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરે સૌ પ્રથમ માતા હીરાબાના આશીર્વાદ લેશે. જે બાદ સવારે આઠ વાગ્યે કેવડિયા કોલોની પહોંચીને નર્મદાના નીરના વધામણા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાલે 69મો જન્મદિવસ છે. ત્યારે તેઓ કાલે એક જ દિવસમાં ત્રણ મૈયાના આશીર્વાદ લેશે. વહેલી સવારે તેઓ ગાંધીનગરમાં તેમના માતા હીરાબાના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરશે. ત્યાંથી તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ જશે. જ્યાં તેઓ નર્મદા મૈયાનું પૂજન કરીને આશીર્વાદ મેળવશે. આ કાર્યક્રમ બાદ તેઓ સીધા તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી જશે. જ્યાં તેઓ ગંગા મૈયાની પૂજા અર્ચના કરીને ગંગા મૈયાના આશીર્વાદ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદાના કેવડિયા કોલોની ખાતે પહોંચીને નમામિ દેવી નર્મદા મહોત્સવમાં સામેલ થવાના છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પીએમ મોદી નર્મદાના નીરના વધામણા કરવાના છે. પીએમ મોદી ડેમમાં ચુંદડી અને શ્રીફળ અર્પણ કરશે અને મહાઆરતીમાં પણ ભાગ લેશે. તેઓ નર્મદા મૈયાના પૂજન બાદ વ્યુ પોઈન્ટ ખાતે જનસભા પણ સંબોધિત કરવાના છે. તે પછી સરદાર પ્રતિમા પ્રવાસીઓના આકર્ષણ માટે બનાવવામાં આવેલા સફરી પાર્ક, વિશ્વ વન સહિતના વિવિધ પ્રોજેક્ટની કામોની પ્રગતિનું નિરીક્ષણ કરસે.

જે પછી પીએમ મોદી ગરૂડેશ્વર ખાતે દત્ત મંદિરમાં જશે અને ત્યાં બની રહેલા વિયર ડેમની મુલાકાત લેશે.આવતીકાલે નર્મદા ડેમ અને વ્યુ પોન્ટ વન સવારે આઠથી 12 વાગ્યા સુધી પ્રવાસો માટે બંધ રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઐતિહાસિક ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે. નર્મદા ડેમમાં 138 મીટરે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ત્યારે તેના વધામણા સમગ્ર નર્મદા ડેમ સહિતના વિસ્તારને શણગારાયો છે. ફૂલો અને વિશેષ લાઈટીંગથી ડેમ વિસ્તારને સજાવાયો છે. ડેમને તિરંગાના રંગોથી સજાવાયો છે. રાત્રીના સમયે લાઈટિંગથી સમગ્ર ડેમ ઝગમગી ઉઠ્યો છે.

READ ALSO

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!