GSTV
Home » News » મોદી સરકારનો નીતિ આયોગ પર સૌથી મોટો નિર્ણય, શાહ-રાજનાથનું વધ્યુ કદ

મોદી સરકારનો નીતિ આયોગ પર સૌથી મોટો નિર્ણય, શાહ-રાજનાથનું વધ્યુ કદ

ભારતના વડાપ્રધાન તરીકેના શાસનકાળમાં નરેન્દ્ર મોદીએ સૌથી મોટો નિર્ણય લીધો છે જેમાં તેમણે નીતિ આયોગની ફેર રચના કરવાની મંજૂરી આપી છે. રાજીવ કુમાર નીતિ આયોગના ઉપપ્રમુખ સ્થાને યથાવત્ રહેશે તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ એક્સ-ઓઇસ સભ્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત વી.કે. સારસ્વત, વી.કે. પોલ અને રમેશચંદ્રનો ફરી નીતિ આયોગમાં સમાવેશ કરાયો છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ અમિત શાહ ઉપરાંત રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સિતારમન્, કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરનો પણ એક્સ-ઓફિસ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

પીએમ મોદીની આગેવાની હેઠળ ફરી સત્તા સંભાળ્યા બાદ તમામ મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, કેન્દ્રિપ્રધાનો, અને અધિકારીઓને પહેલી બેઠક આગામી 15મી જૂનના રોજ યોજાશે. ત્યારે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આ પાંચમી બેઠક હશે. તો બીજી બાજુ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર અંતર્ગત કાર્યકારી સમિતિની આ પ્રથમ બેઠક હશે.

શું છે નીતિ આયોગઃ

નીતિ આયોગ (નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) ભારત સરકાર દ્વારા રચાયેલો એક નવો વિભાગ છે જેને યોજના આયોગના સ્થાને બનાવવામાં આવ્યું છે. 1લી જાન્યુઆરી 2015ના રોજ આ નવા વિભાગના મામલે જાણકારી આપનાર મંત્રીમંડળનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ વિભાગ સરકારની થિંક ટેન્કના રૂપમાં સેવાઓ આપે છે અને તેને નિર્દેશાત્મક તેમજ નીતિગત ગતિશિલતા પુરી પાડે છે. નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.

Read Also

Related posts

અભિનંદન જેવી મૂછો રાખી હતી, હેર ડ્રેસરે કાપી નાંખી તો કરી પોલીસ ફરિયાદ

Mayur

માયાવતીના ભાઈ પાસે એટલી સંપત્તિ કે અવતાર ફિલ્મનો બીજો ભાગ બની જાય

Mayur

મોબ લિન્ચિંગ બાબતે રાજ્યો સામે કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!