GSTV

48 હજાર કરોડની મેગા ડીલ પર મોદી કેબિનેટની મંજૂરી, ભારતીય હવાઈદળમાં 83 નવા તેજસ થશે શામેલ

ભારતીય હવાઇ દળમાં 83 નવા તેજસ વિમાનો સામેલ થશે, યુધ્ધ વિમાન તેજસની 48 હજાર કરોડનાં સોદાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મંજુરી મળી ગઇ છે, વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCSએ આ સોદાને મંજુરી આપી દીધી છે, આ સોદા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન પણ આપ્યું છે, તેમણે કહ્યું કે હવાઇ દશને વધુ મજબુત બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે આ સોદાને ગેમ ચેન્જર ગણાવ્યો છે.  

અત્રે ઉલ્લેખનિય છે કે તેજસ હવાથી જમીન પર મિસાઇલથી પ્રહાર કરી શકે છે, તેમાં એન્ટિશિપ મિસાઇલો, બોમ્બ, અને રોકેટ પણ લગાવી શકાય છે, તેજસ 42% કાર્બન ફાઇબર, 43% એલ્યુમિનિયમ એલોય, અને ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યા છે.

HAL એ પહેલેથી જ પોતાના નાસિક અને બેંગલુરૂ સ્થિત પ્લાન્ટમાં તેના નિર્માણ માટેની સુવિધાઓ સ્થાપિત કરી દીધી છે, HAL એલસીએ -એમ કે 1 એ ઉત્પાદનને ભારતીય હવાઇ દળને આપશે, તેમણે કહ્યું કે આજે લેવામાં આવેલો નિર્ણય હાલની એલસીએ તંત્રનો બહોળો વિસ્તાર કરશે, અને નોકરીનાં નવી તકો પેદા કરવામાં મદદ કરશે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!