GSTV
Gujarat Government Advertisement

વાહ રે સરકાર/ કોરોના વેક્સિનની અછત વચ્ચે મોદીની રાજ્યોને અપીલ કે વેક્સિનેશનની ગતિ ધીમી ના પડે, પહેલાં વેક્સિન તો આપો

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરની સામે ઝઝૂમી રહેલા દેશની હાલતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રની માળખાગત સુવિધા, રાજ્યોમાં કોરોનાની અને દવાઓની વર્તમાન સ્થિતિ વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી. દરમિયાન રસીકરણની ગતિ ધીમી ના પડે તેના પર મોદીએ ખાસ ભાર મૂક્યો હતો.

વેક્સિન

દેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. પીએમઓ અનુસાર લગભગ 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ઉપરાંત જે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.

રસીકરણની ગતિ ધીમી ન પડે તેમજ નાગરિકોને લોકડાઉનમાં પણ રસી આપવામાં આવે અને આ કામ સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય કર્મીઓને બીજી કોઇ જવાબદારી સોંપવામાં ન આવે તેના પર વડાપ્રધાને ભાર મૂક્યો હતો.

રેમડેસિવિર

રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી

બેઠક દરમિયાન વડા પ્રધાનને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હેલ્થકેરના માળાકગત સુવિધા અંગે માહિતી આપવામાં હતી. બેઠકમાં સંક્રમણને અટકાવા માટે તાત્કાલિક અને સમગ્ર ઉપાયો નિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ રસીકરણના રોડમેપની સમીક્ષા કરી હતી. બેઠકમાં જણાવાયું હતું કે, 17.7 કરોડ રસી રાજ્યોને આપવામાં આવી છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સિતારમણ, સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા વગેરે મંત્રીઓ અને અધિકારીઓ હાજર હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!