GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન મોદીની સાધુ સંતોને અપીલ: શાહી સ્નાન હવે ખતમ કરો, કોરોના સંકટ જોતા તેને પ્રતિકાત્મક રાખો

Last Updated on April 17, 2021 by Pravin Makwana

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ ઘટના બાદ પ્રશાસન આખરે હરકતમાં આવ્યુ છે. કેટલાય અખાડા પહેલાથી કુંભમાંથી વાપસી કરી રહ્યા છે. જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદીનું પણ મોટુ નિવેદન આવ્યુ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.

તો વળી વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!