GSTV

વડાપ્રધાન મોદીનો પ્લાન/ યુવાનો માટે 1000 કરોડ રૂપિયાનું બનાવશે સ્ટાર્ટઅપ સીડ ફંડ, દેશનું યુવાધન કરશે મજબૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ’ને સંબોધતા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી સરળતાથી મળી રહે તે માટે 1000 કરોડના સ્ટાર્ટઅપ સીડ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે,‘ભારતમાં એવી સ્ટાર્ટઅપ સિસ્ટમ બની રહી છે જેમાં યુવાઓ પર ફોક્સ હોય. નવા દાયકામાં અમે બધા સ્ટાર્ટઅપને નવી ઓળખ અપાવીશું અને BIMSTECની તાકાત સંપૂર્ણ વિશ્વને દેખાડીશું.’

વાસ્તવમાં આ કોન્ફરન્સનું આયોજન કોમર્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન અને ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ તરફથી કરવામા આવ્યું. 2 દિવસના કાર્યક્રમના અંતે પીએમ મોદીએ બે-ઓફ બંગાલ ઈનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોર્પોરેશન (BIMSTEC)ના યુવા રોકાણકારો સાથે વાત કરી. BIMSTEC દેશોમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ આવે છે. વડાપ્રધાન મોદીએ 5 વર્ષનો અનુભવ શેર કરતા એક બુકલેટ પણ લોન્ચ કરી હતી.

14 હજાર સ્ટાર્ટઅપ કોઈને કોઈ મિશનમાં જોડાયાઃ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશનના પ્રારંભે ઘણા પડકારો હતા. આજે ભારત વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમમાંથી એક છે. 14 હજાર સ્ટાર્ટઅપ કોઈને કોઈ અભિયાનમાં લાગેલા છે. ભારતમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા મૂવમેન્ટને 5 વર્ષ થઈ ગયા છે. આજે જ ભારતે વેક્સિનેશન કેમ્પેનનો પ્રારંભ કર્યો છે. આ દિવસ ભારતની ક્ષમતા અને હેલ્થવર્કર્સના સ્વભાવનું સાક્ષી છે. કોરોના સામેની લડાઈમાં જે અનુભવ રહ્યાં તેમાં BIMSTEC દેશના યુવાઓ પણ સામેલ થઈ રહ્યાં છે.’

મોદીએ જાહેર કર્યા વિજેતા સ્ટાર્ટ અપ્સના નામ

પીએમ મોદીએ કહ્યું કે, જે 12 સેક્ટર્સમાં ભારતે સ્ટાર્ટઅપ શરૂ કર્યા હતા. તેના વિજેતાઓની જાહેરાત કરવામા આવી છે. આ ડિજીટલ ક્રાંતિની સદી છે. તેને એશિયાની સદી પણ કહી શકાય છે. આ સમય છે કે ભવિષ્યના એન્ટરપ્રેન્યોર તૈયાર થાય. એશિયન દેશોએ આ અંગેની જવાબદારી લેવી પડશે. વડાપ્રધાને જાહેર કરેલા 12 માંથી 8 એવોર્ડ એવા સ્ટાર્ટઅપને મળ્યા છે જે નાના શહેરમાંથી આવે છે. દરેક રાજ્ય સ્ટાર્ટઅપ મિશનમાં ભાગીદાર છે. દેશના 80 ટકા જીલ્લા સ્ટાર્ટઅપ મૂવમેન્ટ સાથે જોડાયા છે. 45 ટકા સ્ટાર્ટઅપ નાના શહેરમાંથી આવે છે.

ખેતી સાથેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડનું ફંડ

ખેતી સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતે 1 લાખ કરોડનું ફંડ બનાવ્યું છે. જેના થકી સ્ટાર્ટઅપને ઘણી તક મળશે. આ નવા અપ્રોચ અને ટેક્નિકને જન્મ આપશે. એક ટ્રેક પર ચાલવાની વિચારધારા બદલાઈ રહી છે. દરેક સેક્ટરમાં નવી ક્રાંતિનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.

READ ALSO

Related posts

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!