GSTV
Home » News » PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનીક વાતચીત, નામ લીધા વગર પાક. પર કર્યા પ્રહારો

PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનીક વાતચીત, નામ લીધા વગર પાક. પર કર્યા પ્રહારો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવનો માહોલ છે. આવા માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનથી વાતચીત કરી. બંને દેશના વડા વચ્ચે ફોન પર અડધો કલાક સુધી વાતચીત થઈ. બંને દેશના વડા વચ્ચે ક્ષેત્રિય અને દ્વિપક્ષી સંબંધો પર ચર્ચા થઈ. પીએમ મોદીએ નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું.

પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારત વિરૂદ્ધ કેટલાક નેતાના નિવેદનો શાંતિ માટે ખતરો છે. આતંક અને હિંસામુક્ત માહોલ ક્ષેત્રિય શાંતિ માટે જરૂરી છે. સીમા પાર આતંકવાદ પર રોક લગાવવી જરૂરી છે. દક્ષિણ એશિયાના કેટલાક નેતાઓના નિવેદનો ભડકાઉ છે.

પીએમ મોદીએ ટ્રમ્પ સાથે એવી પણ વાત કરી કે ગરીબી, અશિક્ષા, બીમારી સામે લડવા ભારત પ્રતિબદ્ધ છે. ગરીબી સામે લડવા ભારત કોઈપણ દેશ સાથે સહયોગ માટે તૈયાર છે. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં જાપાનના ઓસાકામાં થયેલી જી-20 શિખર સંમેલનનો પણ ઉલ્લેખ કર્યો.

USAનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ જણાંવ્યું કે, અફઘાનિસ્તાનની આઝાદીનાં 100 વર્ષ પુર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ જણાંવ્યું કે ભારત સંગઠિત, સુરક્ષિત, લોકશાહી અને સાચા અર્થમાં સ્વતંત્ર અફઘાનિસ્તાન માટે હંમેશા કટીબદ્ધ છે. તેમજ આગળ પણ રહેશે.

READ ALSO

Related posts

જે હાઈવે પર હૈવાનિયત આચરી હતી ત્યાંજ ગુનેગારોને મળી મોતની સજા, જુઓ તસવીરો

Mayur

સિંઘમ : હૈદરાબાદના આ પોલીસ કમિશ્નરને એન્કાઊન્ટર-મેન તરીકે ઓળખવામાં આવે છે, જાણો કોણ છે ?

Mayur

બિન સચિવાલય ભરતી : ઉમેદવારોના નેતા ‘સિંહ’ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!