મુંબઇ હુમલાને લઇ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે મહત્વનું નિવેદન કર્યું છે. આબેએ સખ્ત શબ્દોમાં આતંકવાદની ટીકા કરતા 26/11ના હુમલાના હુમલાખોરોને પાકિસ્તાન કડક સજા કરે તેમ કહ્યું હતું.
જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ પોતાના મિત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાતની ધરતી પરથી આતંકવાદ સામે લાલ આંખ કરી છે. શિંઝો આબેએ 26-11ના મુંબઈ હુમલા અને પઠાણકોટ હુમલાના ગુનેગાનો સજા આપવાનું કહ્યું છે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ આતંકવાદની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 26/11 પઠાનકોટના હુમલાખોરોને પાકિસ્તાન સજા કરે વધતા આતંકવાદ સામે બંને દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. આતંકવાદ સામે સાથે મળી લડવાનો સંકલ્પ લીધો હતો. શિંઝો આબેએ મુંબઇ હુમલા પર નિવેદન આપતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.
ભારત-જાપાન મળીને આતંકવાદી સંગઠનો સામે લડાઇ લડશે
વાટાઘાટો બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંઝો આબેએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સામે બંને દેશો સાથે મળીને લડાઈ લડશે તેવો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ચીન ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટના ઘોષણાપત્રમાં પણ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના નામ સામેલ કરવામાં આવ્યા હતા.
બંને દેશોનું આતંકવાદ સામે આકરું વલણ
ભારત અને જાપાનના સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ આતંકવાદ સામે આકરું વલણ અખત્યાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંઝો આબેએ મુંબઈ અને પઠાનકોટ આતંકી હુમલાના ગુનેગારોને પાકિસ્તાન સજા કરે તેવી તાકીદ કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ વિરુદ્ધ ભારત અને જાપાન વચ્ચેના સહયોગને આગળ વધારવાની વાત જણાવી હતી.
આતંકવાદી સંગઠનો સામે કરી લાલ આંખ
સંયુક્ત નિવેદનમાં આતંકવાદી સંગઠનો અલકાયદા, આઈએસઆઈએસ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબા વિરુદ્ધ સંયુક્ત સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોદી અને આબેએ સુરક્ષા અને મેરીટાઈમના ક્ષેત્રોમાં ચાંચિયાગીરીનો સામનો કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સિવાય ચાંચિયાઓ સામે લડવા અને અન્ય પ્રકારની સંગઠિત ગુનાખોરીનો સામનો કરવા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મિકેનિઝ્મ બનાવવાની વાત પણ ભારત અને જાપાનના સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી હતી.

ઉત્તર કોરિયાની ટીકા કરી
મોદી અને આબેએ આકરા શબ્દોમાં ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર અને બેલેસ્ટિક મિસાઈલોને વિકસિત કરવાના કાર્યક્રમની ટીકા કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં ત્રીજી સપ્ટેમ્બરે ઉત્તર કોરિયા તરફથી કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત અને જાપાને ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામનું સમર્થન કરનારા તમામ પક્ષકારોની જવાબદેહી નક્કી કરવાની પણ વાત કરી હતી. ભારત અને જાપાને ઉત્તર કોરિયાને તેનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ રોકવા માટે પણ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
જો કે, ભારત અને જાપાન વચ્ચે એવા સમયે બેઠક થઇ છે જ્યારે હાલમાં સિક્કિમ વિસ્તારમાં ચીનની સાથે સીમા પર ચાલી રહેલા ડોકલામ ગતિરોધ પૂરો થયો છે. જ્યારે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ અને દક્ષિણ ચીન સાગર પર ચીનના વધતા દાવાના કારણે વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે.