GSTV
Home » News » દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી કાર્યક્રમમાં નીતિન પટેલ ગેરહાજર રહેતા સર્જાયા અનેક તર્ક વિતર્ક

દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી કાર્યક્રમમાં નીતિન પટેલ ગેરહાજર રહેતા સર્જાયા અનેક તર્ક વિતર્ક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત પ્રદેશ ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. જો કે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે.

જેપી નડ્ડાની અધ્યક્ષ પદે વરણી થયા બાદ વડાપ્રધાન મોદી અને નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમા પણ નીતિન પટેલ ગેરહાજર રહ્યાં હતા.

ભારતીય જનતા પાર્ટીના 13માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની વિધિવત રીતે નિયુક્તી થઇ છે. આ કાર્યકર્મમાં પીએમ મોદીથી લઇ ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. પરંતુ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ગેરહાજરીએ લોકોનુ ધ્યાન ખેચ્યું છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિન પટેલએ અંગત કારણોસર ગેરહાજર રહ્યા છે. પરંતુ તેમની આ ગેરહાજરીએ પ્રદેશ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

દિલ્હી ખાતે યોજાયેલા આ તાજપોશી કાર્યક્રમમાં ગુજરાતમાથી ઘણા નેતાઓએ હાજરી આપી હતી. જેમા મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ 19 જાન્યુઆરીના રોજ રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા.

નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને શુભકામના પાઠવી હતી.

READ ALSO

Related posts

આ શહેરની શાળાનાં 32 બાળકોને 400 ગ્રામ દૂધમાં પાણી ભેળવીને કરાઈ વહેંચણી, અધિકારીઓ આચર્યું કૌભાંડ

pratik shah

ચંદ્રશેખર આઝાદ : મિત્ર પાસે પૈસા નહોતા તો કહ્યું ‘હું સરેન્ડર કરી દઉં તારું ઘર ચાલી જશે’

Mayur

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!