GSTV
Home » News » ભાજપના સાથી પક્ષના નેતાએ કહ્યું, ‘અમારા માટે પીએમ મોદી અને અમિત શાહ સુપ્રીમ કોર્ટ છે’

ભાજપના સાથી પક્ષના નેતાએ કહ્યું, ‘અમારા માટે પીએમ મોદી અને અમિત શાહ સુપ્રીમ કોર્ટ છે’

શિવસેના સુપ્રીમો ફરીવાર અયોધ્યાની મુલાકાતે છે. તેઓ આજે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.  ઉદ્ધવ અયોધ્યામાં શિવસેનાના 18 સાંસદ સાથે ભગવાન રામના દર્શન કરશે. અને સરકાર પર અયોધ્યામાં રામ મંદિર બનાવવા દબાણ  વધારશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે નવેમ્બર, 2018માં અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે આવ્યા હતા.

જે અને તેમણે લોકસભામાં  જીત મળ્યા બાદ તમામ સાંસદ સાથે અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે આવવાનો વાયદો કર્યો હતો. આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ હતુ  કે, અમારા માટે પીએમ મોદી અને અમિત શાહ સુપ્રીમ કોર્ટ છે. જેથી પીએમ મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. 

તેમણે કહ્યુ કે, ભગવાન રામ રાજનીતિ નહીં પણ આસ્થાનો વિષય છે. જેથી ભગવાન રામના નામે મત માગવા અયોગ્ય છે. જેથી રામ મંદિરના નિર્માણ મામલે ભાજપે આગળની રૂપરેખા તૈયાર કરવી જોઈએ. લોકસભા બાદ રાજ્યસભામાં પણ ભાજપને 2020માં બહુમતી મળવાની છે.  જેથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવુ જોઈએ.

અયોધ્યાની મુલાકાતે આવેલા શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અંગે બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવાએ સૌ કોઈનો અધિકાર છે. જેથી શિવસેનાના અધ્યક્ષ અને સાંસદ ભગવાન રામના દર્શન કરે તેમા અમને કોઈપણ પ્રકારનો વાંધો નથી.

એક સવાલના જવાબમાં અંસારીએ જણાવ્યુ કે, શિવસેના સંસદમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માહોલ પેદા કરવાની કોશિશ કરશે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. મહત્વપૂર્ણ છે કે, ઉદ્ધવ બીજી વખત અયોધ્યાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા તેઓ નવેમ્બર, 2018માં પોતાના પરિવાર સાથે અયોધ્યા આવ્યા હતા.

Read Also

Related posts

લાલ કપ્તાનના આ એક્ટરે દાવો કર્યો છે કે ઈચ્છું તો વર્ષમાં આઠ-આઠ સુપરહિટ ફિલ્મો આપું પણ….

Dharika Jansari

પેટાચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ન આપતા આ ઉમેદવાર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Nilesh Jethva

Jio યુઝર્સના આવ્યાં રડવાના દિવસો, ગમે તેટલાંનું રિચાર્જ કરાવશો પણ….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!