GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમ્ફાનથી બંગાળને 1 લાખ કરોડનું નુકસાન : PM મોદીએ આપ્યું 1 હજાર કરોડનું રાહત પેકેજ, મમતા બગડ્યા

PM મોદી

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન અમ્ફાનના કારણે ભારે તબાહી મચી છે. છેલ્લા 283 વર્ષમાં આવેલું આ સૌથી ભયાવહ તોફાન છે. આ દરમિયાન PM મોદી અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કર્યું. વડાપ્રધાન મોદી કલકત્તા પહોંચ્યા જ્યાં મમતા બેનર્જીએ તેમનુ સ્વાગત કર્યું અને બંને નેતાએ હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ બંગાળમાં આવેલા ચક્રવાત તોફાન એમ્ફાનના કારણે આવેલી તબાહીનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંગાળની આ દુખની ઘડીમાં સરકાર તેમની સાથે છે. પશ્ચિમ બંગાળને કોઈ પણ પ્રકારની મદદ માટે સરકાર તેમને સહયોગ કરશે. મોદીના રાહત પેકેજથી મમતા બગડયા છે. એક લાખ કરોડના નુક્સાન સામે એક હજાર કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે. આ મામલે પણ કોઈ ખુલાસા થયા નથી કે આ રકમ ક્યારે મળશે. એમ્ફાન વાવાઝોડાને કારણે એક લાખ કરોડના નુકસાનમાં 56 કરોડ રૂપિયા તો અમારે કેન્દ્ર પાસે લેવાના બાકી હોવાનું મમતાએ જણાવ્યું છે.

PM મોદીએ બંગાળને 1 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું

પીએમ મોદીએ બંગાળને 1 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું છે સાથે જ આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારને 1 લાખ આપવાનું એલાન કર્યું છે. ચક્રવાતના કારણે જે લોકોને નુકશાન થયું છે તેમને 50 હજાર રૂપિયાની મદદનું એલાન કર્યું છે.  મહત્વનું છે કે મમતા બેનર્જીએ રાજ્યને લગભગ એક લાખ કરોડ રૂપિયાના નુકસાન થયાનુ અનુમાન છે તેમ જણાવ્યું હતું. ત્યારે તેની સામે PM મોદીએ પશ્ચિમ બંગાળને 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે.

અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોનાં મોત

અમ્ફાન વાવાઝોડાંએ પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચી ગઇ છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાંથી તબાહી કેટલી થઇ તેનું આકલન હજી બાકી છે પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવો દાવો કર્યો કે અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. મમતા બેનર્જીએ રાજ્યની મુલાકાત લેવાની પણ માંગ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે, હાલમાં અહીંની પરિસ્થિતિ બિલકુલ ઠીક નથી. હું પીએમ મોદીને અપીલ કરું છું તેઓ અહીંની મુલાકાત અવશ્ય લે. હું પણ હવાઇ સર્વેક્ષણ કરીશ. પરંતુ હું હાલત ઠીક થાય તેની રાહ જોઉં છું. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ મૃતકોનાં પરિવારજનોને 2 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે.

હાલમાં અમારી આવક શૂન્ય

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, હાલમાં અમારી આવક શૂન્ય છે અને અમારે આવાં પડકારોનો સામનો કરવો પડશે. પૂરા બંગાળમાં 72 લોકોનાં મોત થયાં છે. મમતા બેનર્જીનાં જણાવ્યાં અનુસાર, કોલકાતામાં 15, હાવડામાં 7, નોર્થ 24 પરગનામાં 17, ઇસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ 24 પરગનામાં 18, નાદિયામાં 6 અને હુગલીમાં 2 લોકોનાં મોત થયાં છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ ખૂબ જ ભયાનક વાવાઝોડું હતું. અનેક લોકોએ કહ્યું કે, તેઓએ આવું વાવાઝોડું પહેલા ક્યારેય નથી જોયું. અત્યાર સુધી અમને જાણકારી મળી છે કે વૃક્ષો ધરાશયી થવાથી અને વિજળી પડતા 72 લોકોનાં મોત થયાં છે.

Read Also

Related posts

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva

સીતારમનની ખુરશી ખતરામાં : મોદી સરકારમાં આ બની શકે છે નવા નાણામંત્રી, જાણીતા છે બેંકર

Mansi Patel

ચીનને બ્રિટને આંચકો આપ્યો : હોંગકોંગના 30 લાખ લોકોને નાગરિક બનાવશે, 600 હુમલા છતાં ભારત નરમ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!