GSTV

દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચીને ભાવુક થયા PM મોદી, પરિવારને આપી સાંત્વના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના વિદેશ પ્રવાસ બાદ તેઓ દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીના પરિવારને શાંતવના આપી હતી.પીએમ મોદી બહેરીન પહોંચ્યા ત્યારે અરૂણ જેટલીનું નિધન થયુ હતુ. પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

જેટલીના પરિવારે પીએમ મોદીને પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરવા અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ પર જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, એક પ્રખર નેતાએ દેશના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ. જેટલી બંધારણ અને ઇતિહાસના સારા જાણકાર હતા. આજે આપણે એક મહાન નેતાને ગુમાવ્યા છે.

અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ હતુ. તેઓ છેલ્લા ઘણાં  સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી. જેથી તેમને એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા.. તેઓ શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, લાંબી બિમારી બાદ તેમણે  દુનિયાને અલવિદા કહી દીધુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે ગયા હતા ત્યાર બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફર્યા બાદ આજે તેઓ અરૂર જેટલીના પરિવાર સાથે મુલાકાત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

અમિત શાહે પણ પરિવાર સાથે કરી મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેઓ જેટલીના પરિવાર સાથે મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે અરૂણ જેટલીના પરિવારને સાંત્વના પાઠવી હતી. અરૂણ જેટલીનું જ્યારે નિધન થયુ ત્યારે અમિત શાહ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી  આપવા પહોંચ્યા હતા.

જોકે, બાદમાં તેઓ કાર્યક્રમને અધુરો છોડીને દિલ્હી આવવા માટે રવાના થયા હતા. અમિત શાહે ટ્વિટ કરી જેટલીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, અરૂણ જેટલીના નિધનથી હુ અત્યંત દુખી છુ. જેટલીની વિદાય મારા માટે વ્યક્તિગત નુકસાન છે. અમે સંગઠનના વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!