GSTV

દિલ્હીની હિંસા માટે પીએમ મોદી અને અમિત શાહ જવાબદાર, ગૃહમંત્રી રાજીનામું આપે

દિલ્હી હિંસાને લઇનો કોંગ્રેસની વર્કિંગ કમિટીની એક બેઠક યોજાઈ છે. જેમાં કોગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી. મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજક રહ્યાં હતા. આ બેઠકમાં દિલ્હી હિંસામાં મોતને ભેટનારને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસના નેતા અને કાર્યકરો કોંગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડથી રાષ્ટ્રપતિ ભવન સુધી શાંતિ માર્ચ કાઢશે. તમામ સાંસદોને કોંગ્રેસ મુખ્યાલય પહોચવા આદેશ કરાયો છે. આ માર્ચમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.

દિલ્હીની હાલત ચિંતાજનક

બેઠક બાદ સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે દિલ્હીની હાલત ચિંતાજનક છે. એક ષડયંત્રના ભાગરૂપે બીજેપી નેતાઓ ભડકાઉ ભાષણ કરી રહ્યાં છે. ચૂંટણી સમયે પણ નફરત ફેલાવાઇ છે. દિલ્હીની હાલની હાલાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.

ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા ?

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સવાલો કર્યા છે કે રવિવારે ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા. હિંસાવાળા વિસ્તારમાં કેટલી પોલીસ તૈનાત કરાઈ હતી. બગડેલા માહોલ બાદ પણ સેનાને હિંસાગ્રસ્ત એરિયા કેમ સોંપાતો નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં શું કરી રહ્યાં છે.

ચિદમ્બરમનો દિલ્હી પોલીસ સામે આક્રોશ

બેઠક પહેલાં કોંગ્રેસ નેતા પી ચીદમ્બરમે દિલ્હી પોલીસ પર આક્રોશ ઠાલવ્યો છે. ચીદમ્બરે ટ્વીટ કર્યું છે કે ગૃહમંત્રી હોય કે ગૃહમંત્રાલય, સરકારની ફરજ છે કે હિંસાને રોકે, હિંસા સોમવારથી ચાલું છે અને આજે પણ કેટલીક ઘટનાઓ ઘટી છે. આ દિલ્હી પોલીસની નિષ્ફળતા દેખાડે છે.

અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત

ઉત્તર પૂર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને ભડકેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. હિંસા વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ હિંસક અથડામણો થઇ. જેમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે.. ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના બની. બુધવારે સવારે પણ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું. અહીં અમુક ઉપદ્રવીઓએ એક દુકાનને આગ લગાવીને ભાગી ગયા હતા. ત્યારે દિલ્હીમાં હિંસા પર કાબુ મેળવવા માટે ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે.

800થી વધારે જવાનો ખડેપગે સુરક્ષામાં

દિલ્હીમાં અત્યાર સુધી 800થી વધારે જવાન તહેનાત કરવામાં આવ્યા છે. મંગળવાર સુધી દિલ્હીમાં 37 અર્ધસૈનિક દળની કંપની તહેનાત હતી પરંતુ હવે તેની સંખ્યા વધારીને 45 કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ખાસ કરીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા માર્ચ કરવામાં આવી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના સાથે અન્ય સુરક્ષાબળ અને અધિકારીઓ માર્ચમાં જોડાયા હતા અને તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.પોલીસે મોડી સાંજે જણાવ્યું હતું કે જાફરાબાદનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદ

Ankita Trada

30મી એપ્રિલ સુધી રાજ્યમાં શાળા- કોલેજો રહેશે બંધ, આ સરકારે લોકડાઉન ખૂલે પહેલાં કરી દીધી જાહેરાત

Nilesh Jethva

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!