GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મોદી સરકાર 2.0 : દેશના ઇતિહાસમાં મોદી અને શાહની જોડીના આ નિર્ણયો સુવર્ણ અક્ષરે લખાશે

મોદી

કેન્દ્રની મોદી સરકારે તેમના બીજા કાર્યકાળમાં પણ અનેકવિધ ઉપલબ્ધિઓ મેળવી છે. પછી તે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય હોય કે પછી નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનો નિર્ણય હોય. અથવા તો ટ્રિપલ તલાકને રદ્દ કરવાનો મામલો હોય. મોદી સરકારે દ્રઢ નિર્ધાર સાથે અનેક ઉપલબ્ધિઓ મેળવી. પરંતુ આ સિવાય કોરોનાની મહામારીમાં કઠોર નિર્ણયો લેવામાં અને તેને પ્રભાવશાળી રૂપે લાગુ કરવામાં સરકારે એવી સફળતા મેળવી કે સમગ્ર વિશ્વમાં મોદી સરકારની ભરપૂર પ્રશંસા થઇ છે. આવો જોઇએ મોદી સરકાર 2.0ની મુખ્ય ઉપલબ્ધિઓ…

7 દાયકાથી સરદર્દ બની ગયેલી કલમ 370ને એકઝાટકે હટાવી

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં સૌથી મુખ્ય અને ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કર્યો છે. મોદી સરકારે કાશ્મીરમાં 7 દાયકાથી સરદર્દ બની ગયેલી કલમ 370ને એકઝાટકે હટાવી દીધી છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી, કલમ-370 દૂર થયા બાદ કાશ્મીરમાં પણ એક દેશ, એક બંધારણ અને એક ચિન્હની વ્યવસ્થા લાગુ થઇ ગઇ. કાશ્મીર દેશના મુખ્ય પ્રવાહમાં ભળી ગયું છે અને મોદી સરકારના આ નિર્ણયને વિશ્વ ફલક પર પણ સ્થાન મળ્યું.

નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનો મોટો નિર્ણય

મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનો એવો બીજો મોટો નિર્ણય રહ્યો કે જેમનું વિશ્વસ્તરીય કવરેજ થયું છે. નાગરિકતા કાયદા મુદ્દે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પરંતુ તમામ વિરોધોને દરકિનાર કરી સરકારે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કર્યો છે. આ કાયદાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી અને યહુદીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ છે. દેશભરમાં ઉગ્ર વિરોધને કારણે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે વારંવાર સ્પષ્ટતા પણ કરી કે આ કાયદાથી કોઇની પણ નાગરિકતા નહીં છિનવાય.

ટ્રિપલ તલાકની પ્રથાને તિલાંજલિ આપી

મોદી સરકારે બીજી વખત સત્તાનું સુકાન સંભાળ્યા બાદ તુરંત જ ગત ટર્મના વાયદા મુજબ મુસ્લિમ મહિલાઓ માટે અન્યાયકારી એવી ટ્રિપલ તલાકની પ્રથાને તિલાંજલિ આપી છે. સરકારે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ માટે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ-2019ને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરાવ્યું છે. જે બાદ 1 ઓગસ્ટ 2019થી ટ્રિપલ તલાક આપવા એ કાયદાકીય દ્રષ્ટિએ ગુનો બની ગયો છે. હવે ટ્રિપલ તલાક આપવા બદલ પતિને 3 વર્ષ સુધીની જેલ તેમજ દંડ બંને થઇ શકે છે.

10 સરકારી બેંકોનું વિલિનીકરણ કરી 4 મોટી બેંક બનાવવાનો નિર્ણય

મોદી સરકારે દેશમાં આર્થિક સુધારણાની દિશામાં 10 સરકારી બેંકોનું વિલિનીકરણ કરી 4 મોટી બેંક બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનો પંજાબ નેશનલ બેંકમાં વિલય કરાયો હતો. તો સિન્ડિકેટ બેંકનો કેનરા બેંક અને અલાહાબાદ બેંકનો ઇન્ડિયન બેંકમાં વિલય કરાયો હતો. તો આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડવાની જાહેરાત કરાઇ છે. આ વિલિનીકરણથી બેંકોને તેમના સતત વધી રહેલા એનપીએમાં ઘણી રાહત મળી છે. સાથે જ નાણાપ્રધાને બેંકો માટે 55 હજાર 250 કરોડના બેલઆઉટ પેકેજની પણ જાહેરાત કરી છે.

20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત

કરોડ

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ભારતમાં પ્રસરતો અટકાવવા મોદી સરકારે અનેક કઠોર પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાથે જ અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડાઓ જાહેર કરી દાવો કર્યો છે કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ મોદી સરકારે દેશમાં કોરોનાના કહેરને રોકવામાં ઘણી સફળતા મેળવી છે. વિશ્વમાં જ્યાં દર લાખે કોરોના વાયરસના મામલાની સરેરાશ 62 ટકા છે. ત્યારે ભારતમાં આ સરેરાશ 7.9 ટકા છે. એટલું જ નહિં ભારતમાં કોરોનાને કારણે થનારો મૃત્યુ દર પણ વૈશ્વિક સરેરાશ 4.2ની સરખામણીએ ફક્ત 0.2 છે. તો કોવિડ-19નો રિકવરી દર પણ સુધરીને હવે 41 ટકા સુધી પહોંચ્યો છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!