GSTV
Home » News » PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કરાશે ચર્ચા

PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કરાશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં પીએમ મોદી એક દેશ,એક ચૂંટણી પર ચર્ચા કરી શરે છે. ત્યારબાદ પીએમ મોદી 20 જૂને લોકસભા અને રાજ્યસભાનાં સાંસદો સાથે પર ચર્ચા-પરામર્શ કરશે. પહેલાથી જ મોદી સરકારનો એજન્ડા રહ્યો છે કે, વારંવાર થતી ચૂંટણીઓ અને દેશ પર પડતા આર્થિત બોજાને દુર કરવો જરૂરી છે. હવે આ મુદ્દા પર અમલ કરવા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી છે.

નવી ચૂંટાયેલી લોકસભાનું પ્રથમ સત્ર મળે તેનાં એક દિવસ પહેલા જ પીએમ મોદીએ તમામ રાજકિય પક્ષોની બેઠક બોલાવી છે. આ સત્રમાં મહત્વપુર્ણ વિધેયકો પસાર થાય તે માટે સરકારે વિપક્ષી પાર્ટીઓનો સહયોગ માગ્યો છે. આ તમામ ખરડોમાં ટ્રીપલ તલાક બીલ પણ શામેલ છે. જેને કેન્દ્રિય મંત્રીમંડળે ગત બુધવારે જ મજૂરી આપી છે.

સંસદિય કાર્ય મંત્રી પ્રહલાદ જોષી તેમજ અનેક મંત્રીઓએ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહિતનાં વિપક્ષી નેતાઓની મુલાકાત કરીને સંસદનાં સુચારૂ સંચાલન માટે તેમને સહકાર આપવા અપીલ કરી હતી.

કોંગ્રેસ હંમેશાથી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિરોધી કરી રહિ છે. ગત વર્ષે ઓગષ્ટમાં પણ કોંગ્રેસે આ મુ્દાનો સખ્ત વિરોધ કર્યો હતો. તેમજ આ મામલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, પી.ચિદમ્બરમ સહિત અને નેતાએઓ કેન્દ્રિય લો કમિશન સમક્ષ રજુઆત કરી અસહમતિ દર્શાવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, એક સાથે ચૂંટણી ભારતીય સંઘવાદની ભાવના વિરૂદ્ધ છે.

કોંગ્રેસે ગત વર્ષે 3 ઓગષ્ટનાં રોજ વિધી આયોગને જણાંવ્યું હતું કે, તે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાનો વિચારનો સખત વિરોધ કરે છે, કારણ કે આ પ્રક્રિયા ભારતીય બંધારણનાં સંઘીય ઢાંચાની વિરૂદ્ધ છે. કોંગ્રેસનાં પ્રતિનિધી મંડળએ કાયદા પંચનાં પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીનાં વલણ અંગે સ્પષ્ટતા કરી હતી.

સમાજવાદી પાર્ટીએ આપ્યું હતું આ નિવેદન

બીજી તરફ સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અને યુપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવે એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કર્યુ હતું. તેમજ કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા એકસાથે ચૂંટણી કરાવવા કહ્યું હતું. જો કે અખિલેશ યાદવનું આ નિવેદન ગત વર્ષે આવ્યું હતું. તાજેતરની લોકસભા ચૂંટણીમાં અખિલેશની પાર્ટી સપાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેથી બની શકે કે તેમનો નિર્ણય બદલી ગયો હોય.

READ ALSO

Related posts

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

Mansi Patel

દુષ્કર્મ મામલે લોકોમાં આક્રોશ, ઈન્ડિયા ગેટ પર પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ

Mansi Patel

અમેરિકામાં નેવલ બેઝ પર થયેલા ગોળીબારમાં મોટો ખુલાસો, સાઉદીએ માગી માફી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!