GSTV
Gujarat Government Advertisement

વતનમાં વડાપ્રધાન/ PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, SPG સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં તૈનાત, ચાંપતો બંદોબસ્ત

Last Updated on October 30, 2020 by pratik shah

પીએમ નરેન્દ્ર મોદીનો આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ટુંક સમયમાં જ તે વિશેષ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી સહિના નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર SPG સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં તૈનાત કરી દેવાયો છે. નોંધનીય છે કે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સ્વ.પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે જશે

પીએમ નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાતના પ્રવાસમાં આજે પહેલા દિવસે સ્વ. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે જશે. જ્યાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. હાલ સ્વ. કેશુભાઈ પટેલના ઘરે એસપીજી ગ્રુપની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેમજ તેમના ઘરની આસપાસ સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.

હિતુ કનોડિયા નું નિવેદન

  • અમારા માટે દુઃખમાં પણ આજે ગૌરવ ની વાત છે કે પી.એમ.અમને સાત્વના પાઠવવા માટે આવી રહ્યા છે
  • અમે પ્રોટોકોલ જાળવિશું
  • પી.એમ.આવશે ત્યારે મારા પરિવાર સિવાય ઘરની અંદર કોઈ નહિ રહે
  • ઘરમાં મારા મમ્મી, મારા પત્ની, મારો દીકરો અને મારા પરિવારના બે ભાઈઓ હશે – હિતુ કનોડિયા

સાબરમતી રિવરફ્રન્ટની લેશે મુલાકાત

પીએમ મોદીના સ્વપ્ન સમાન સી પ્લેનનું આજે ઉદ્ઘાટન કરશે. આ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર જઈને આ અંગેની તમામ માહિતી મેળવશે. તેમજ સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. સવારે 9.41 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેના વિશેષ પ્લેન ઉતર્યું હતું. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સીએમ વિજયભાઈ રૂપાણી, ડે.સીએમ નીતિનભાઈ પટેલ, સીઆર પાટીલ સહિતના ભાજપના નેતાઓ અને અધિકારી તથા પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

  • પીએમ મોદી થોડી વાર માં પહોંચશે કેશુભાઈ પટેલના નિવાસ્થાને
  • પીએમના આગમન પહેલા spg એ લીધી પોઝિશન
  • એસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી અભય ચુડાસમા પહોંચ્યા કેશુભાઈ પટેલના નિવાસ્થાને
  • કેશુભાઈ પટેલના નિવાસ્થાને પહોંચી પીએમ પરિવાર ને પાઠવશે સાંત્વના

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર જવા રવાના થયાં હતાં. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પીએમ મોદીએ માસ્ક પહેર્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સીંગની સાથે તમામ અધિકારીઓને નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું. એરપોર્ટ પર બે ગજની દુરીનું પાલન કરીને મોદીએ દેશને મોટો સંદેશો આપ્યો હતો.

9.52 કલાકે એરપોર્ટ પર કર્યું અભિવાદન

એરપોર્ટ પર પીએમ મોદીનું વિમાન આવી પહોચ્યું હતું ત્યાર બાદ તેણે પ્લેનમાંથી ઉતરતાની સાથે જ માસ્ક પહેર્યું હતું. તથા એરપોર્ટ પર હાજર રહેલા તમામ અધિકારીઓનું સોશયલ ડિસ્ટન્સીંગ સાથે અભિવાદન કર્યું હતું. એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, સીએમ રૂપાણી, ડે.સીએમ. નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સોશયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ

પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયું છે. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રાજભવનમાં રાજ્યપાલ કરશે અભિવાદન

પ્રોટોકોલ પ્રમાણે પીએમ મોદી રાજભવન જવાના છે ત્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ત્યાં તેમનું અભિવાદન કરવામાં આવશે.

9.56 મીનીટે ગાંધીનગર જવા રવાના થયો કાફલો

પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી સવારે 9.56 કલાકે ગાંધીનગર જવા માટે રવાના થયા હતાં. જ્યાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના ઘરે પહોંચીને શ્રદ્ધાસુમન પાઠવશે. તેમજ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt

રાજ્યમાં હજુ પણ પરિસ્થિતિ ચિંતાજનક, કોરોનાના કેસ ભલે ઘટ્યાં પરંતુ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો

Dhruv Brahmbhatt

આખરે આ કોરોનાનો અંત ક્યારે? : આ રિપોર્ટ વાંચશો તો ફફડી જશો, દાવો કરાયો કે કોરોના ક્યારેય પણ ખતમ નહીં થાય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!