GSTV

ખેડૂતોને PM મોદી આપશે 1 લાખ કરોડની ભેટ, મળશે પાકની સારી કિંમત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનાં ભેટની જાહેરાત કરી છે. એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agricultural Infrastructure Fund) હેઠળ ખેડૂતોને પાકની સારી કિંમત મેળવવા માટે ફાઈનાન્સિંગની સુવિધા પ્રાપ્ત થશે.

8.5 કરોડ ખેડૂતોને મળશે 17 હજાર કરોડ રૂપિયા

આ અવસરે પ્રધાનમંત્રી ‘ પીએમ-કિસાન યોજના’ (PM-Kisan Yojana) હેઠળ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપ્તો રજૂ કરશે. દેશભરનાં લાખો ખેડૂતો, સહકારી સમિતીઓ અને નાગરિકો આ કાર્યક્રમમાં સામેલ થશે. કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આ અવસરે હાજર રહ્યા હતા.

આ માટે બન્યુ છે આ ફંડ

કેન્દ્રીય મંત્રીમંડળે 1 લાખ કરોડ રૂપિયાના ‘કૃષિ માળખાગત ભંડોળ’ હેઠળ નાણાંની સુવિધાને મંજૂરી આપી છે. આ ભંડોળ લણણી પછીના વધુ સારા સંચાલન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને (Community agricultural assets)જેવા કે કોલ્ડ સ્ટોરેજ, સંગ્રહ કેન્દ્રો, પ્રક્રિયા એકમો બનાવવા માટે મદદ કરશે.

આ સુવિધાઓ શરૂ થતાં ખેડુતોને તેમના પાક માટે સારો ભાવ મળી શકશે.આ સુવિધાઓને કારણે ખેડુતો પોતાનો પાક સંગ્રહ કરી શકશે અને યોગ્ય કિંમત પર પોતાનો માલ વેચી શકશે. તેનાથી તેમની આવકમાં વધારો થશે. ફૂડ પ્રોસેસિંગની સગવડતા સાથે, ખેડૂતો તેમના પાક માટે ઉંચા ભાવ મેળવી શકશે.

11 સરકારી બેંકોએ કરાર પર હસ્તાક્ષર કર્યા

અનેક ધિરાણ આપતી સંસ્થાઓ સાથે કરાર કરીને સરકાર એક લાખ કરોડ રૂપિયાની વીમા યોજના શરૂ કરી રહી છે. આમાં જાહેર ક્ષેત્રની 12 માંથી 11 બેન્કોએ અગાઉથી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે એમઓયુ સાઈન કર્યા છે. વધુમાં વધુ ખેડુતોને ફાયદો થાય અને તેમની આવક વધે તે માટે સરકારે આ યોજનાના લાભાર્થીઓને 3% વ્યાજ સબસિડી અને 2 કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી જાહેર કરી છે.

READ ALSO

Related posts

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!