GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

PM મોદીનો હવાઈ સરવે : બંગાળમાં એક લાખ કરોડના નુક્સાનનો અંદાજ, 80નાં મોત

PM મોદી

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન અમ્ફાનના કારણે ભારે તબાહી મચી છે. છેલ્લા 283 વર્ષમાં આવેલું આ સૌથી ભયાવહ તોફાન છે. આ દરમિયાન PM મોદી અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કરવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી કલકત્તા પહોંચી ગયા છે જ્યાં મમતા બેનર્જીએ તેમનુ સ્વાગત કર્યુ છે. બંને નેતા હવે હવાઈ સર્વેક્ષણ માટે રવાના થઈ ચૂક્યા છે.

હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સર્વે માટે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગવર્નર જગદીપ ધનકડ અને કેટલાક કેન્દ્રીય મંત્રી હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સર્વે માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી નોર્થ અને સાઉથના સ્થળોનું હવાઈ નિરીક્ષણ કરશે જે બાદ બસીરહાટ જશે ત્યાં બેઠક યોજાવાની છે.

અમ્ફાન તોફાનના કારણે 80 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવાર સુધી પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનના કારણે 80 લોકોના મોત થયા છે. રાજ્યને લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનુ અનુમાન છે.

પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક કરી

પીએમ મોદીએ પશ્વિમ બંગાળના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. પીએમ મોદીએ નોર્થ અને સાઉથ ૨૪ પરગના અને બસીરહાટ ગયા હતા. જે દરમ્યાન તેમની સાથે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ અને કેન્દ્રીય પ્રધાન હાજર રહ્યા હતા. હવાઈ સર્વે બાદ પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમા મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, અમ્ફાનના કારણે પશ્વિમ બંગાળમાં અત્યાર સુધીમાં ૮૦ લોકોના મોત થયા. જ્યારે એક લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે.

રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન

એમ્ફાને બંગાળમાં તબાહી મચારી છે. મમતા બેનરજીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. જેને પગલે મોદી આજે બંગાળ પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 80 લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે. જેને પગલે પીએમે પણ તમામ બાબતો બાજુમાં રાખી પ્રથમ બંગાળને પ્રાધાન્ય આપ્યું છે.

વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. આ સૌથી ભયાનક તોફાન હતું જેમાં ઓડિશા બચી ગયું છે પણ બંગાળને ભારે નુક્સાન થયું છે.

Read Also

Related posts

લદ્દાખમાં ચીને સૈનિકોની કેવી રીતે કરાવી ઘુસણખોરી, સુરક્ષા એજન્સીઓએ સોંપ્યો રિપોર્ટ

Mansi Patel

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva

ચીનનાં કોવિડ-19નો ખુલાસો કરનારા છઠ્ઠા ડોક્ટરનું નિધન, ત્વચા પડી ગઈ હતી કાળી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!