GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે, ભાજપની સરકારનું એક વર્ષ પૂર્ણ

Last Updated on June 24, 2019 by Mayur Vora

આજે હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકારને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. તેઓ હિમાચલ પ્રદેશની ભાજપની સરકારના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્ય સરકારની સિદ્ધિઓનો એક દસ્તાવેજ પણ જાહેર કરવાના છે. વડાપ્રધાન મોદી કાંગડા જિલ્લાના ધર્મશાળા શહેરમાં એક જાહેરસભાને પણ સંબોદિત કરવાના છે.

સરકારી યોજનાઓથી લાભ પામનારા લોકો સાથે પણ વડાપ્રધાન મોદી ચર્ચા કરવાના છે. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર અને તેમના પ્રધાનમંડળના 11 પ્રધાનોએ 27 ડિસેમ્બર-2017ના રોજ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આમાના અડધો-અડધ પ્રધાનો પહેલીવાર પોતાના પદ પર નિયુક્તિ પામ્યા હતા. સમારંભમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા હતા.

ભાજપે હિમાચલ પ્રદેશની 68 સદસ્યોવાળી વિધાનસભામાં 44 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. ધર્મશાળામાં વડાપ્રધાન મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમના આયોજનની તૈયારીને લઈને ગત પંદર દિવસથી કામકાજ ચાલી રહ્યું હતું. વડાપ્રધાન મોદીની મુલાકાતને કારણે કાંગડા અને ધર્મશાળામાં પેરાગ્લાઈડિંગ પર રોક લગાવી દેવામાં આવી છે.

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!