GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ડોનાલ્ડ ટ્રમ્પને જીતવા માટે જેટલા વોટ મળ્યા, એટલું તો અમારું ઈન્ક્રિમેન્ટ થયું છે: PM મોદી

પ્રધાનમંત્રી તરીકે બીજી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા નરેન્દ્ર મોદીએ શનિવારે નવા ચૂંટાયેલા સાંસદોને સંસદીય મર્યાદાની લાંબી કોચિંગ આપી. તેમણે જણાવ્યું કે, 2014ની તુલનાએ 2019માં બીજેપીએ 25 ટકા વધુ વોટ મેળવ્યા છે. વૈશ્વિક પરિદ્રશ્યમાં આનું ઘણું મહત્વ છે, અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જેટલા વોટ મળ્યા હતા એટલું તો આપણું ઈન્ક્રીમેન્ટ છે.

PM મોદીએ જણાવ્યું કે, ”આ મતદાનનો સ્કેલ ઘણો મોટો છે, આ ભારતના લોકતંત્રની તાકાત છે. 17 રાજ્યમાં 50%થી વધુ મત મળ્યા. આ જનાદેશની સામે લહેર શબ્દ પણ નાનો પડે છે.” ઉલ્લેખનીય છે કે, 2014માં ભાજપને 31% વોટ મળ્યા હતા. નરેન્દ્ર મોદીના આંકડા મુજબ, ”આ ચૂંટણીમાં વોટ લગભગ વધીને 56% થયા છે.” આ દરમિયાન PM મોદીએ ભાજપના સાસંદોનું ધ્યાન દોરતા જણાવ્યું કે, સત્તાનો રૂઆબ ભારતીય મતદારને ક્યારેય પસંદ નથી કરતો અને ન તો તેને પ્રભાવિત કરે છે. જેનાથી બચવાની આપણે જરૂર છે.

ભાજપને મળેલ પ્રચંડ બહુમતનો અર્થ સમજાવતા પીએમે જણાવ્યું કે, ”જનતાએ જે બહોળા મત આપ્યા છે સ્વભાવિક છે કે તેનાથી ગર્વ થાય પરંતુ જન પ્રતિનિધિને આ વિચારવાનો કોઇ હક નથી હોતો.” નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જનપ્રતિનિધિ માટે કોઈ ભેદભાવની સીમા રેખા નથી હોતી. જે આપણી સાથે હતો તેમના માટે પણ છીએ અને જે ભવિષ્યમાં આપણી સાથે ચાલશે તેના માટે પણ છીએ. મોદીએ જણાવ્યું કે, સૌનો સાથ લઈને ચાલવાની આપણી નીતિને દુનિયાએ માની છે. પીએમ મોદીએ જણાવ્યું કે, વિશ્વ મંચ પર નેતા સૌના સાથ, સૌના વિકાસની આપણી ભાષામાં અનુવાદ પૂછે છે અને તેનો અર્થ પૂછે છે. મોદીએ જણાવ્યું કે, એટલા માટે તે બધા સાંસદોને આગ્રહ કરે છે કે, શાસક પક્ષ રૂપે તેની જવાબદારી તો છે જ માનવીય સંવેદનાઓ સાથે જનપ્રતિનિધિના રૂપે પણ મહત્વની જવાબદારી છે.

આ ભાવનાની તાકાત ઘણી મોટી હોય છે. આનો અહેસાસ નેતાઓએ કરવો જોઈએ. મોદીએ કહ્યું કે, આ વખતે જનાદેશની ઘણી વિશેષતા છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મોદી જ મોદીનો ચેલેન્જર છે. મોદીએ જ મોદીને ચેલેન્જ આપી અને 2014નો રેકોર્ડ તોડી નાંખ્યો. 2014માં લાગતું હતું કે, મહિલા સાંસદ વધ્યા છે. એ રેકોર્ડ પણ તોડ્યો. આઝાદી પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલા સાંસદ હશે.” વિદેશી નેતાઓને આશ્ચર્ય થાય છે કે, ”40-45 ડિગ્રીમાં મત આપવા લોકો લાઈનમાં ઊભા રહે છે. આ વખતે મહિલાઓએ પણ પુરુષો જેટલું મતદાન કર્યું.”

Read Also

Related posts

સરકારની તિજોરી સુધી પહોંચ્યો કોરોના, નાણામંત્રાલય અને દિલ્હી એલજી ઓફિસમાં મળ્યા પોઝીટીવ

Harshad Patel

દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ થઈ શકે છે બંધ, અધધ…. કર્મચારીઓ થયા CORONA પોઝીટીવ

Harshad Patel

આર્મેનિયાના PM સહિત આખો પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ આપ્યો આ સંદેશ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!