GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પીએમ મોદી બે દિવસ ભૂતાનના પ્રવાસે, આ વિષયો પર કરશે મહત્વની ચર્ચા

ભારતની પડોશી ફર્સ્ટ નીતિને આગળ વધારીને પીએમ મોદી આજથી બે દિવસ ભૂતાનના પ્રવાસે છે. આજે અને આવતીકાલે બે દિવસ પીએમ મોદી ભૂતાનમાં રહેશે. જે દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સાથે જોડાયેલા વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. જેમાં હાઈડ્રો પાવર ક્ષેત્રમાં સહયોગ સહિત ને દેશના લોકો વચ્ચે સંપર્ક વધારવાના વિષયો પણ શામિલ હોઈ શકે છે.

પીએમ મોદીએ ભૂતાન જતાં પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની આ યાત્રા બંને દેશો વચ્ચે સમયની કસોટી પર ખરી ઉતરનારી મિત્રતાને આગળ વધારશે. અને એક સમૃદ્ધ ભવિષ્ય માટે મજબૂતી મળશે, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદી ભૂતાનના વડાપ્રધાન ડોક્ટર લોટે શેરિંગના નિમંત્રણ પર જઈ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પીએમ મોદી તેમની આ યાત્રા દરમિયાન ભૂતાનની પ્રતિષ્ઠિત રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે.

READ ALSO

Related posts

ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ વિવાદના વમળમાં, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારી અને હોસ્પિટલ તંત્ર થયું દોડતું

pratik shah

ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે અપાઈ સમાધિ, શ્રધ્ધાળુઓ શોકમાં ગરકાવ

pratik shah

જમ્મુ- કાશ્મીરમાં ટળ્યો મોટો આંતકી હુમલો, પુલવામાં જેવું કાવતરું રચાયું હતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!