GSTV

PM મોદીનું સવારે 10 કલાકે ગુજરાતમાં થશે આગમન, પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી પુષ્પાંજલિ કરશે અર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે સૌ પ્રથમ અમદાવાદ આવીને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચીને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત બે દિવસ અગાઉ નિધન પામનારા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કરી શકે છે.

પીએમ મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાત સમયે નર્મદા જિલ્લાના કેવડિયા અને અમદાવાદની મુલાકાત લેવાના છે..જેમાં આજે તેઓ કેવડિયા ખાતે સૌ પ્રથમ જંગલ સફારી પાર્ક જે હાલ ટ્રાઇલ રન પર ચાલે છે તેનું ઉદ્દઘાટન કરશે.ત્યારબાદ ક્રુઝ બોટનું ઉદ્દઘાટન કરશે..બાદમાં વડાપ્રધાન ક્રુઝ બોટમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની મુસાફરી કરશે. ભારત ભવનથી એકતા મોલની મુલાકાત લઈને બાજુમાં આવેલ ચિલ્ડ્ન ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરશે. ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરી તેઓ યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્દઘાટન કરી રાત્રી રોકાણ  કેવડિયામાં કરશે.

નર્મદા જિલ્લાના કેવડિયા અને અમદાવાદની મુલાકાત

પીએમ મોદીના પ્રવાસનો સંભવિત કાર્યક્રમ

  • ૩૦ ઓકટોબર
  • બપોરે ૩ વાગે પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે
  • જંગલ સફારી પાર્કનું કરશે ઉદ્ઘાટન કરશે
  • ક્રુઝ બોટનું કરશે ઉદ્ઘાટન
  • ક્રુઝ બોટમાં બેસી પીએમ મોદી સ્ટેચ્યુંથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની કરશે મુસાફરી
  • ભારત ભવનથી એકતા મોલની લેશે મુલાકાત
  • એકતા મોલની મુલાકાત બાદ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનું કરશે ઉદ્ઘાટન
  • યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન કરી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે


૩૧ ઓકટોબર

  • વહેલી સવારે પીએમ મોદી આરોગ્ય વનની મુલાકાત લઇ સ્ટેચ્યું ઓફ યુનિટી જશે
  • વડાપ્રધાન મોધી સરદાર પટેલની પ્રતિમાની કરશે પૂજા
  • એકતા પરેડમાં હાજરી આપી સૈન્યના કરતબો નિહાળશે પીએમ
  • આઇએએસ અધિકારીઓ સાથે પીએમ મોદી કરશે સંવાદ
  • સી પ્લેનનું ઉદ્ઘાટન કરી વડાપ્રધાન સી પ્લેન દ્વારા અમદાવાદ જશે

સાથે સાથે એકતા નર્સરી અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત પણ લેશે. જ્યારે 31 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે આરોગ્ય વનની મુલાકાત  લઈને  સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પૂજા કરશે.. ત્યાર બાદ પીએમ  મોદી  એકતા પરેડમાં હાજરી આપી દેશના સૈન્યના કરતબો નિહાળશે. ત્યાર પછી નવા નિમાયેલા આઈ એ એસ ઓફિસરો સાથે પીએમ વર્ચ્યુલ સંવાદ કરશે.અને અંતમાં કેવડિયા ખાતે તળાવ નંબર 3 ખાતેથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી સી પ્લેનમાં બેસી અમદાવાદ જશે.

READ ALSO

Related posts

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva

અમદાવાદની હોસ્પિટલોમાં પોલંપોલ : કોરોના નેગેટિવ દર્દીને પોઝિટિવ જાહેર કર્યા, સારવાર દરમિયાન મોત થતા પરિવારને બે કલાક બાદ કરી જાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!