GSTV

દિવાળી પહેલા 12 કરોડ લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Last Updated on September 17, 2021 by Zainul Ansari

જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. કોરોના વાઇરસ સંક્રમણકાળમાં ખેડૂત, ગરીબ, મજૂર અને ઔદ્યોગિક વિશ્વ સાથે સંકળાયેલા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે.

આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર લોકોની મદદ માટે આગળ આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા લોકોના હપ્તાની રકમ વધારી શકે છે. આશા છે કે દિવાળી પહેલા વર્ષનો છેલ્લો હપ્તો 4000 રૂપિયાનો હશે.

મોદી સરકાર ફરી એક વખત નાના-સીમાંત ખેડૂતોની મદદ કરવા જઈ રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં 9મો હપ્તો મોકલ્યો છે. આ યોજનાના લાભાર્થીઓ માટે વધુ એક સારા સમાચાર છે કે સરકાર હપ્તાની રકમ વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા જઈ રહી છે.

જો હપ્તો ડબલ થાય છે તો હવે વાર્ષિક 6000થી વધી 12000 રૂપિયા મળશે. હપ્તો પણ 2000 રૂપિયાથી વધી સીધા 4000 થઈ જશે. સરકારે સત્તાવાર રીતે આ પ્રકારની જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી, જેમા પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને બમણી કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે તેના પર નિર્ણય નથી લેવામાં આવ્યો.

આ યોજનાના લાભાર્થી 9મા હપ્તા માટે બેનિફિશિયરી લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. આ લિસ્ટ Pmkisan.Gov.In પોર્ટલ પર અપલોડ થઈ જાય છે.

ક્યારે આવે છે હપ્તા?

પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રૂપિયા 3 હપ્તામાં મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિનામાં એક હપ્તો આવે છે. પીએમ કિસાન પોર્ટલ મુજબ સ્કિમનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

કિસાન

2019માં શરૂ થઈ હતી યોજના

મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્કિમ હેઠળ સરકાર નાના ખેડૂતોનમે દર વર્ષે 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આવે છે.

Read Also

Related posts

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!