GSTV
Business Trending

પીએમ કિસાન યોજના/ 31 ઓક્ટોબર પહેલા પતાવી લેજો આ કામ, ડિસેમ્બરના હપ્તામાં થશે 4000 રૂપિયાનો ફાયદો

કિસાન

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)નો 10 મો હપ્તો 15 ડિસેમ્બર 2021 સુધીમાં આવવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હપ્તામાં બમણી રકમ (PM KISAN હપતો) આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વખતે PM કિસાન યોજના હેઠળ 2000 ના બદલે ખેડૂતોના બેંક ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે, મોદી સરકારે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આનો લાભ લેવા માટે, તમારે PM કિસાન સન્માન નિધિ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ખેડૂતોને 31 ઓક્ટોબર 2021 સુધી પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવાની તક છે. જો તમે 31 ઓક્ટોબર પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો તમે 4,000 રૂપિયા મેળવી શકો છો. ખરેખર, લાભાર્થીઓ જેઓ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેમને પ્રક્રિયા પૂર્ણ કરવા પર બે હપ્તાનો લાભ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે અરજી કરો અને તેનો સ્વીકાર થઇ જાય, તો તમને નવેમ્બરમાં 2,000 રૂપિયા અને ડિસેમ્બરમાં 2000 રૂપિયા મળશે. આ રીતે 4,000 રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં (DBT) આવશે.

કિસાન

અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને મળ્યો છે લાભ

પીએમ યોજના યોજના હેઠળ, દરેક ખેડૂતના બેંક ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ રૂપિયા રૂ. 2,000 હજારના 3 સમાન હપ્તાઓમાં ટ્રાન્સફર કરે છે. આ રૂપિયા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જાય છે. અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ નાના અને મધ્યમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 1.60 લાખ કરોડથી વધુ રકમ આપવામાં આવી છે. હવે સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે પણ એપ લોન્ચ કરી છે. જણાવી દઇએ કે પીએમ કિસાન હેઠળ માત્ર તે જ ખેડૂતોને લાભ મળે છે, જેમની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકર ખેતીલાયક ખેતી છે. હવે સરકારે ભૂમિ ધારણની મર્યાદા નાબૂદ કરી છે. જો કોઈ આઈટીઆર ફાઈલ કરે છે તો તેને સ્કીમમાંથી બાકાત રાખવામાં આવે છે.

કિસાન

ઘરે બેઠા કરાવો રજીસ્ટ્રેશન

  • તમારા ફોનમાં Google play store પરથી PMKISAN GoI Mobile App ડાઉનલોડ કરો.
  • હવે તેને ઓપન કરો અને NEW FARMER REGISTRATION પર ક્લિક કરો.
  • તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ યોગ્ય રીતે દાખલ કરો અને પછી Continue બટન પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન ફોર્મમાં નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, IFSC કોડ વગેરે યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે નામ, સરનામું, બેંક વિગતો, IFSC કોડ, વગેરે જેવી સાચી વિગતો સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો. આ સાથે, PM કિસાન મોબાઇલ એપ પર તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
  • કોઈપણ પૂછપરછ માટે, ખેડૂતો પીએમ કિસાનની હેલ્પલાઈન નંબર 155261 / 011-24300606 નો ઉપયોગ કરી શકે છે.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV