GSTV

પીએમ કિસાન/ 27 લાખ ખેડૂતોના ખાતામાં ટ્રાન્જેક્શન ફેલ, જાણો શું છે કારણ, આ ભૂલ સુધારી લો નહીંતર તમારો પણ હપ્તો અટકી જશે

ખેડૂતો

Last Updated on July 22, 2021 by Bansari

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana) નો 9મો હપ્તો જમા થવાની તૈયારીમાં છે. પરંતુ હજુ પણ લાખો ખેડૂતો એવા છે જેમને 8મા હપ્તાના પૈસા નથી મળ્યાં. આ ઉપરાંત એવા ખેડૂતોની સંખ્યા પણ મોટી છે જેમને મહિનાઓથી પીએમ કિસાન સમ્માન નિધિ (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) ના હપ્તાની રકમ નથી મળી. પીએમ કિસાન સમ્માન નિધિના ઓફિશિયલ પોર્ટલ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર એપ્રિલ 2020થી અત્યાર સુધી 27 લાખથી વધુ ખેડૂતોનું પેમેન્ટ ફેલ થઇ ચુક્યું છે. એટલે કે તેમના ખાતામાં યોજનાના રૂપિયા નથી પહોંચ્યા. આ તે ખેડૂતો છે જેના માટે સરકારે પૈસા તો જારી કર્યા પરંતુ ખાતામાં કોઇ ભૂલના કારણે હપ્તાની રકમ તેમના ખાતામાં પહોંચી નથી શકી. સરકારી આંકડા અનુસાર એપ્રિલ 2020થી અત્યાર સુધી રાજ્ય સરકારોએ આશરે 2 કરોડ ટ્રાન્જેક્શન રોકી રાખ્યા છે. સાથે જ 58 લાખથી વધુ પેમેન્ટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. સરકાર સતત પીએમ કિસાન નિધિના લાભાર્થીઓના એકાઉન્ટને લગતી જાણકારી સુધારવામાં લાગી છે. અમે તમને જણાવી રહ્યાં છીએ પીએમ કિસાન નિધિને લગતાં આંકડા અને તે ભૂલો વિશે જેના કારણે ખેડૂતોનું પેમેન્ટ અટકી ગયું છે.

ખેડૂતો

PM Kisan Samman Nidhi: એપ્રિલથી 21 જુલાઇ વચ્ચે એટલે કે આઠમાં હપ્તાના આંકડા

 • કુલ લાભાર્થીઓની સંખ્યા- 12,08,99,452
 • એફટીઓ જનરેટેડ- 10,47,63,561
 • કેટલા ખેડૂતોને મળી રકમ- 10,37,01,193
 • પેન્ડિંગ પેમેન્ટ- 3,71,056
 • ફેલ થઇ ચુકેલા પેમેન્ટની સંખ્યા- 6,91,312

પીએમ કિસાન સમ્માન નિધિ: એપ્રિલથી 21 જુલાઇ સુધીનો આંકડો

PM Kisan Samman Nidhi: એપ્રિલ 2020થી અત્યાર સુધી 27 લાખ ટ્રાન્જેક્શન ફેલ

 • રાજ્ય સરકારો દ્વારા રોકવામાં આવેલુ પેમેન્ટ- 1,95,25,209
 • રદ્દ કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની સંખ્યા- 58,88,441
 • ફેલ થઇ ચુકેલા ટ્રાન્જેક્શનની સંખ્યા- 27,49,598

પીએમ કિસાન સમ્માન નિધિ: એપ્રિલ 2020થી 21 જુલાઇ 2021 સુધીનો આંકડો

PM Kisan Samman Nidhi: હપ્તો અટકવા અથવા પેમેન્ટ ફેલ થવા પાછળ અનેક કારણો

 • રજીસ્ટ્રેશન સમયે નામનો સ્પેલિંગ ખોટો લખવામાં આવ્યો હોય
 • બેંકમાં રજીસ્ટર્ડ નામ સાથે નામ મેચ ન થતું હોય
 • બેંક ડિટેલ્સની ખોટી જાણકારી
 • એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ ખોટો હોવો
 • આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશનના નામમાં ફરક હોવા પર તમારા ખાતામાં આવનારી પેમેન્ટ ફેલ થઇ જાય છે.

પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત ટ્રાન્સફર થઇ ચુકેલા હપ્તાનો ચાર્ટ (ટકામાં)

ઘરે બેઠા કરાવો રજીસ્ટ્રેશન

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત હવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે કોઇ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. સરકારે યોજનાને લગતા પોર્ટલ પર જ ઓનલાઇન રજીસ્ટ્રેશનો વિકલ્પ આપ્યો છે. એટલે કે હવે ખેડૂતોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ક્ષેત્રીય અધિકારી અને કૃષિ અધિકારીની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.
જો તમારી પાસે અહીં જણાવેલા ડોક્યુમેન્ટ્સ છે તો તમે જાતે જ ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર્સ કોર્નરના પહેલા ઓપ્શન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

 • લેન્ડ રેકોર્ડ
 • આધાર કાર્ડ
 • મોબાઇલ નંબર
 • બેંક એકાઉન્ટ નંબર
ખેડૂતો

PM Kisan Samman Nidhi:આ રીતે ઓનલાઇન તમારી જાણકારી ચેક અને સુધારી શકો છો.

 • સૌથી પહેલા તમારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)ની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું છે.
 • અહીં આપવામાં આવેલા ‘Farmers Corner’ પર ક્લિક કરો
 • ક્લિક કર્યા બાદ ખુલેલા પેજ પર તમને તમારી આધાર ડિટેલ્સ સુધારી શકો છો. જો તમે તમારા એકાઉન્ટ નંબરની ભૂલ સુધારવા માગતા હોય તો તેના માટે તમારે કૃષિ ઓફિસ જવુ પડશે.
 • એકાઉન્ટનું સ્ટેટસ ચેક કરવા માટે વેબસાઇટ પર ‘Farmers Corner’ ની બિલકુલ નીચે ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો.
 • તે બાદ ખુલેલા પેજ પર તમારે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબરમાંથી કોઇ પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે.
 • જે પણ વિકલ્પ તમે સિલેક્ટ કરશો તેની જાણકારી ત્યાં આપવાની રહેશે અને ‘Get Data’ પર ક્લિક કરવાનું છે.
 • આટલુ કર્યા બાદ તમને અત્યાર સુધી મળેલા હપ્તાની તમામ ડિટેલ્સ મળી જશે.

Read Also

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!