GSTV

ખાતામાં PM Kisan Yojanaના પૈસા આવ્યા કે નહીં આ લિંક દ્વારા કરો ચેક, જાણો શું છે ‘Get Data’

PM Kisan Yojana

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ લાભાર્થી ખેડૂતોને છઠ્ઠો હપ્તો જાહેર કરવામાં આવી ગયો છે. ખેડૂતોના ખાતામાં સરકારે 2 હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી દીધો છે. ઘણા ખેડૂતોને હપ્તો મળી ચુક્યો છે તો અમુક ખેડૂતો એવા છે જેમને અત્યાર સુધી આ હપ્તો નથી મળ્યો. હપ્તો ન મળવાના ઘણા કારણો હોઈ શકે છે. જેનું કારણ એ છે કે ખેડૂતોએ સાચી જાણકારી જાહેર ન કરી હોય કે નામમાં ભુલ હોય અથવા બેન્ક એકાઉન્ટ અથવા આધાર નંબરમાં ભુલ હોય વગેરે.

જે ખેડૂતોના ખાતામાં પૈસા રિસીવ થયા છે તેમને એક એસએમએસ દ્વારા પણ જાણકારી મળી ગઈ છે જ્યારે જેમના ખાતામાં પૈસા નથી પહોંચ્યા તેમની પાસે કોઈ પણ પ્રકારની જાણકારી સરકારની તરફથી નથી આપવામાં આવી. આખરે હપ્તો કેમ ન આવ્યો અને આવશે તો ક્યારે અને કઈ રીતે આવશે વગેરે. પરંતુ શું તમને ખબર છે કે તમે ઘરે બેઠા જ પીએમ કિસાન ખાતાના સ્ટેટ્સ ચેક કરી શકો છો. તેના માટે તમારે અમુક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

આ વેબસાઈટ પર જાઓ

સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશ્યલ વેબસાઈટ  https://pmkisan.gov.in/  પર ક્લિક કરો. નવુ પેજ ઓપન થશે  જ્યાં Aadhaar Number, Bank Account Number અને Mobile Numberમાંથી કોઈ એકને દાખલ કરો. હવે ‘Get Data’ પર ક્લિક કરતા જ તમને સામે દરેક ટ્રાન્જેક્શનની જાણકારી ખુલી જશે.

હાલના હપ્તાનું શું સ્ટેટ્સ આ રીતે જાણો

તેમાં તમે ચેક કરી શકો છો કે અત્યાર સુધીનો હપ્તો જાહેર કરવામાં આવી ચુક્યો છે અને હાલના હપ્તાનું શું સ્ટેટ્સ છે. કઈ કઈ સી ડેટમાં સરકારે પાછલા હપ્તા ટ્રાન્સફર કર્યા હતા વગેરે. ધ્યાન રહે કે પેજ પર જો તમને ‘FTO is generated and Payment Confirmation is pending’ જોવા મળે તો તેનો મતલબ છે કે તમારો છઠ્ઠો હપ્તો પ્રોસેસમાં છે અને તમારા ખાતામાં જાહેર કરી દેવામાં આવશે. ત્યાં જ જો તમે આવું કંઈ નથી જોતા તેનો મતલબ એ છે કે તમારા આવેદનમાં કંઈક ગડબડ છે અને તેને તમારે કરેક્ટ કરવાની રહેશે.   

Read Also

Related posts

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

છેલ્લાં 5 વર્ષમાં સરકારી અનાજની ચોરી કરવાના આંકડા આવ્યા સામે, આ જિલ્લો સૌથી મોખરે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!