GSTV
Business India News Trending

PM Kisan: આધાર, મોબાઇલ અથવા એકાઉન્ટ નંબરથી ચેક કરો હપ્તાનું સ્ટેટસ, આ રીતે જાણો ખાતામાં રૂપિયા આવ્યા કે નહીં

6

પીએમ કિસાન સમ્માન નિધિના સાતમા હપ્તા (ડિસેમ્બર-માર્ચ)ની હજી કરોડો ખેડૂતો રાહ જોઇ રહ્યાં છે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં 25 ડિસેમ્બરે 18000 કરોડ રૂપિયા મોકલી ચુક્યા છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમે પણ ચેક કરવા માગતા હોય કે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહી, તો આ ત્રણ નંબર દ્વારા જાણી શકો છો.

એકાઉન્ટ

આ રીતે ચેક કરો તમારુ એકાઉન્ટ

પહેલા પીએમ કિસાન (PM Kisan)ની ઑફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.

અહીં તમને રાઇટ સાઇડ પર ‘Farmers Corner’નો વિકલ્પ મળશે.

અહીં ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવુ પેજ ખુલશે.

નવા પેજ પર આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબરમાંથી કોઇ એક વિકલ્પને પસંદ કરો. ત્રણ નંબરો દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહી.

એકાઉન્ટ

તમે જે વિકલ્પ પસંદ કર્યો છે તેનો નંબર ભરો. તે બાદ ‘Get Data’ પર ક્લિક કરો.

અહીં ક્લિક કર્યા બાદ તમને તમામ ટ્રાન્જેક્શનની જાણકારી મળી જશે. એટલે કે કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવ્યો અને કયા બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ થયો.

છઠ્ઠા હપ્તાને લગતી જાણકારી પણ તમને અહીં મળી જશે.

જો તમને ‘FTO is generated and Payment confirmation is pending’ લખેલુ દેખાય તો તેનો અર્થ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ હપ્તો થોડા જ દિવસોમાં તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

Read Also

Related posts

પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ

Binas Saiyed

ખરાબ સમાચાર/ બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના; ભીડ વધતા બે લોકોના મોત, VIPsને એન્ટ્રી આપવાનો આરોપ

Damini Patel

પીએમ મોદી બોલ્યા- સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છે

Damini Patel
GSTV