GSTV
Business Trending

હવે પતિ-પત્ની બંન્નેને મળશે PM Kisan યોજનાના 6000 રૂપિયા! જાણી લો નિયમ

PM Kisan Samman Nidhi Update: પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે. પણ, અત્યાર સુધીમાં આ યોજનામાં ઘણા ફેરફાર થઈ ચૂક્યા છે. ક્યારેક અરજીને લઈને તો ક્યારેક પાત્રતાને લઈને, યોજના બનાવવાથી લઈને અત્યાર સુધી ઘણા નવા નિયમો બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંન્નેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે.

જાણો કોને મળશે લાભ?

પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર, પતિ અને પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Benefits)નો લાભ લઈ શકતા નથી. જો કોઈ આવું કરે છે, તો સરકાર તેને બનાવટી ગણાવીને તેની પાસેથી વસૂલ કરશે. આ સિવાય પણ આવી ઘણી જોગવાઈઓ છે જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે.

જો અપાત્ર ખેડૂત આ યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમણે સરકારને બધા હપ્તા પરત કરવા પડશે. આ યોજનાના નિયમ અંતર્ગત ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ આપે છે તો આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે પતિ કે પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે ઈનકમ ટેક્સ ભર્યો છે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.

કોણ છે અપાત્ર?

નિયમ અંતર્ગત જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરી બીજા કામોમાં કરી રહ્યો છે કે બીજાના ખેતર પર ખેતીનું કામ તો કરે છે, અને ખેતર તેનું નથી. એવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ ઉઠાવવાના હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો છે, પણ ખેતર તેના નામે ન હોઈને તેના પિતા કે દાદાના નામે છે તો તેને પણ આ યોજનાનો લાભ નહીં મળે.

આ લોકોને પણ નહીં મળે લાભ

જો કોઈ ખેતીની જમીનનો માલિક છે, પણ તે સરકારી કર્મચારી છે કે રિટાયર થઈ ચૂક્યો છે, હાલ કે પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ ખેડૂત યોજનાના લાભ માટે અપાત્ર છે. અપાત્રોની લિસ્ટમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તેના પરિવારજનો પણ આવે છે. ઈનકમ ટેક્સ આપનારા પરિવારોને પણ આ યોજનાનો ફાયદો નહીં મળે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV