GSTV

ખેડૂતો ખાસ વાંચે/ ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપશે અડધા રૂપિયા, ફટાફટ ઉઠાવો આ સ્કીમનો ફાયદો

ટ્રેક્ટર

Last Updated on October 26, 2021 by Bansari

PM Kisan Tractor Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર ખેડૂતોની મદદ માટે અનેક યોજનાઓ ઓફર કરી રહી છે. પીએમ કિસાન હેઠળ વાર્ષિક 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. ખેડૂતોને ખેતી માટે બિયારણ, ખાતર અને અનેક પ્રકારના મશીનોની પણ જરૂર પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર હવે ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપી રહી છે. આ સબસિડી ‘ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના’ (PM Kisan Tractor Yojana) હેઠળ આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે તમને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?

કિસાન

ખેડૂતોને મદદ કરવા માટે સરકારી યોજના

વાસ્તવમાં ખેડૂતો માટે ખેતી માટે ટ્રેક્ટર ખૂબ જ જરૂરી છે. પરંતુ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે આર્થિક સ્થિતિ ખરાબ હોવાનેને કારણે ટ્રેક્ટર નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે ટ્રેક્ટર ભાડે રાખવું પડે છે અથવા બળદનો ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે સરકાર આ યોજના લાવી છે. PM કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana Benefits) હેઠળ ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર આપવામાં આવશે.

50 ટકા સબસિડી મળશે

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી (PM Kisan Tractor Yojana) આપે છે. આ અંતર્ગત ખેડૂતો અડધી કિંમતે કોઈપણ કંપનીના ટ્રેક્ટર ખરીદી શકશે. બાકીની અડધી રકમ સરકાર સબસિડી તરીકે આપે છે. આ સિવાય ઘણી રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે ખેડૂતોને ટ્રેક્ટર પર 20 થી 50% સબસિડી આપે છે.

ટ્રેક્ટર

આ રીતે આ યોજનાનો લાભ લો

તમને જણાવી દઈએ કે આ સબસિડી સરકાર માત્ર 1 ટ્રેક્ટર ખરીદવા પર જ આપશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ખેડૂત પાસે આ માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ, જમીનના કાગળો, બેંક ડિટેલ્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!