સરકાર ટૂંક સમયમાં યોગ્યતા ધરાવતા ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો એકાઉન્ટમાં જમા કરશે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્ય સાથે સરકારે આ યોજના શરૂ કરી હતી. જો કે આ યોજનાના નિયમો અને શરતો મુજબ ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી.

કયા ખેડૂતોને PM કિસાન સન્માન નિધિનો લાભ નથી મળતો
- તમામ સંસ્થાકીય ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી.
- જો ખેતીલાયક જમીન તમારા પિતા કે દાદાના નામે છે, તો તમને આ યોજનાનો લાભ મળતો નથી.
આ સિવાય આમાંથી કોઈપણ એક કે એક કરતા વધુ શ્રેણીના ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળતો નથી
- વર્તમાનમાં અથવા ભૂતકાળમાં બંધારણીય હોદ્દો ધરાવતા કોઈપણ વ્યક્તિને આ યોજનાનો લાભ મળતો નથી.
- લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદના વર્તમાન અથવા ભૂતપૂર્વ સભ્યો અને મહાનગરપાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન મેયરોને આ યોજના હેઠળ લાભ મળતો નથી.
- કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જાહેર ક્ષેત્રના સાહસો અને સરકાર હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થાઓના તમામ વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓને આ યોજનાનો લાભ મળતો નથી. જો કે, મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ, વર્ગ-4 અને જૂથ ડી કર્મચારીઓને આ યોજનાનો લાભ મળે છે.
- 10 હજાર રૂપિયાથી વધુ માસિક પેન્શન મેળવતા તમામ નિવૃત્ત પેન્શનરોને આ યોજનાનો લાભ મળતો નથી. જો કે, આમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે પણ છૂટ છે.
- જે વ્યક્તિઓએ પાછલા નાણાકીય વર્ષમાં આવકવેરો ચૂકવ્યો છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી.
- ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ મળતો નથી.
આ યોજના (PM કિસાન સન્માન નિધિ) હેઠળ, સરકાર પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 ની રોકડ સહાય પૂરી પાડે છે. સરકાર આ રકમ ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં મોકલે છે.