GSTV
Business India News Trending

પીએમ કિસાન/ આ ખેડૂતોના ખાતામાં નહીં આવે સ્કીમના રૂપિયા, આ નિયમ તમારા માટે જાણવો છે જરૂરી

ખેડૂતો

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ છે. આ યોજના અંતર્ગત મોદી સરકાર દેશભરના ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડે છે. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને સીધા જ તેના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ખેડૂતોને 7 હપ્તામાં 14000 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) નો હેતુ દેશના અન્નદાતાઓની આવક વધારવાનો છે. જોકે, સરકારે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે અને ખેતી કરી રહેલા લોકોને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે નહીં તે સ્પષ્ટપણે નક્કી કર્યું છે. પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલી ઑફિશિયલ વેબસાઇટ અનુસાર, આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને મળશે, જેમની પાસે ખેતીની જમીન છે.

ખેડૂતો

આ ખેડૂતોને નહીં મળે યોજનાનો લાભ

આનો અર્થ એ છે કે જો ખેતર તમારા પિતા અથવા દાદાના નામે છે, તો તમારા નામે ખેતર ટ્રાન્સફર થાય ત્યાં સુધી તમને આ યોજનાનો લાભ મળશે નહીં.આ સિવાય ઘણા લોકો એવા છે કે જેઓ ખેતી કરવા છતાં આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.

1. સંસ્થાકીય ખેડૂતો

2. ખેડૂત પરિવારો જેમાં એક અથવા વધુ લોકો આ કેટેગરી હેઠળ આવે છે:

  • ડોકટરો, એન્જિનિયર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ જેવા વ્યવસાયિકો
  • બંધારણીય હોદ્દાઓ ધરાવતા વર્તમાન અથવા ભૂતપૂર્વ સભ્યો
  • લોકસભા અથવા રાજ્યસભાના વર્તમાન કે ભૂતપૂર્વ સભ્ય, રાજ્ય વિધાનસભા અથવા વિધાન પરિષદના વર્તમાન અથવા ભૂતપૂર્વ સભ્ય
ખેડૂતો
  • શહેર કાઉન્સિલના પૂર્વ અથવા વર્તમાન મેયર, જિલ્લા પંચાયતોના પૂર્વ અથવા વર્તમાન અધ્યક્ષ
  • કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર તથા PSUs ના વર્તમાન અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / ક્લાસ IV અને ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતા)
  • 10 હજારથી વધુ પેન્શન મેળવનારા તમામ પેન્શનરો (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / ક્લાસ IV અને ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતા)
  • જો તમે અન્યની જમીન ભાડે લઇને ખેતી કરો છો, તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જે લોકો રજીસ્ટ્રેશન ફોર્મમાં જાણી જોઈને ભૂલ કરે છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

સરકારે યોજનામાં કર્યો આ બદલાવ

સરકારે કિસાન સમ્માન નિધિ યોજનામાં જે બદલાવ કર્યો છે તે અનુસાર હવે ફક્ત એવા ખેડૂતોને જ તેનો લાભ મળશે, જેની પાસે પોતાની જમીન છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવતી વખતે જ લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ આપવુ પડશે.

ખેડૂતો

ઘરે બેઠા આ રીતે કરો રજીસ્ટ્રેશન

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ તમે જાતે જ ઘરેબેઠા તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના માટે તમારી પાસે તમારા ખેતરનું લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. પીએમ કિસાન યોજનાની ઑફિશિયલ વેબસાઇટ pmkisan.nic.in પર જઇને તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર રૂપિયાની રકમ મોકલે છે.

Read Also

Related posts

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે

GSTV Web Desk
GSTV