GSTV

PM Kisan: ખેડૂતો માટે આવી ખુશખબર, 2000 રૂપિયાના હપ્તાની સાથે હવે માસિક 3000 રૂપિયાનું પેન્શન પણ મળશે, જોઈ લો શું છે સરકારની સ્કીમ

Last Updated on November 13, 2021 by Pravin Makwana

કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક લાભ માટે સતત કોશિશ કરતી રહે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે.

અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આ યોજના અંતર્ગત 9 હપ્તા એટલે કે, 18,000 રૂપિયા આવી ચુક્યા છે. હવે ખેડૂતોને આગામી 10મા હપ્તાની રાહ છે. ખેડૂતોને આર્થિક મદદ માટે તથા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે સરકારે પેન્શનની સુવિધા પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે. તો આવો જાણીએ તેના વિશે વધુ વિગતો…

ખેડૂતોને મળશે ગેરેન્ટીડ પેન્શન

પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, જો આપ પીએમ કિસાનમાં અકાઉન્ટ હોલ્ડર છો, તો આપને કોઈ કાગળની કાર્યવાહી કરવાની જરૂર નથી. આપને ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન સ્કીમમાં થઈ જશે. આ સ્કીમ માટે સારામાં સારા ફીચર અને બેનિફિટ્સ છે.

પીએમ કિસાન માનધન યોજના શું છે

પીએમ કિસાન માનધન સ્કીમની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઈ છે. એટલે કે, સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષિત રાખવા માટે તેની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં 18થી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે. જે અંતર્ગત ખેડૂતને 3000 રૂપિયા માસિક પેન્શન મળે છે.

માનધન યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • આધાર કાર્ડ
  • ઓળખાણ પત્ર
  • ઉંમર પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • ખેતીના દસ્તાવેજ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

ફેમિલી પેન્શનની જોગવાઈ

આ સ્કીમમાં રજિસ્ટર્ડ ખેડૂતની ઉંમરના હિસાબે મંથલી રોકાણ કરવા પર 60 વર્ષ બાદ મિનિમમ 3000 રૂપિયા મંથલી અથવા 36,000 રૂપિયા વાર્ષિક ગેરેન્ટીડ પેન્શન મળશે. તેના માટે ખેડૂતે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું મંથલી રોકાણ કરવાનું રહેશે. પીએમ કિસાન માનધનમાં ફેમિલી પેન્શનની પણ જોગવાઈ છે. ખાતાધારકના મોત બાદ જીવનસાથીને 50 ટકા પેન્શન મળે છે. ફેમિલી પેન્શનમાં ફક્ત પતિ/પત્નીનો જ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!