GSTV

PM-KISAN Scheme: 40 લાખ ટ્રાન્જેક્શન ફેલ, ભૂલથી પણ ના કરતાં આ ભૂલ, નહીં તો રોકાઈ જશે તમારા પીએમકિસાન સન્માન નિધિના નાણાં

Last Updated on July 28, 2021 by Harshad Patel

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી 40 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચનારા નાણા અટકી ગયા છે. અર્થાત્ આ ખાતામાં ટ્રાન્જેક્શન ફેલ થઈ ચૂક્યું છે. આ વાતની જાણકારી સરકારે આપી છે. સાથે જ આટલી મોટી સંખ્યામાં ટ્રાન્જેક્શન ફેલ થવાના કારણો બાબતે પણ બતાવ્યું છે. સરકાર મુજબ જૂન 2021 સુધી પીએમ કીસાન યોજનાના 40,16,867 ટ્રાન્જેક્સન ફેલ થઈ ચૂક્યા છે.

લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે

જણાવી દઈએ કે PMKISAN યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે 2 હજાર રૂપયાના ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે. આ યોજના હેઠળ નાના અને સિમાંત ખેડૂતો જેની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારી આંકડા મુજબ જૂન 2021 સુધી દેશભરમાં ખેડૂતોના ખાતામાં કુલ 68,76,32,104 ટ્રાન્જેક્શન થઈ ચૂક્યા છે. એમાંથી ફેલ થઈ ગયેલા ટ્રાન્જેક્શનની કુલ સફળ લેવડ દેવડની સામે 1 ટકાથી પણ ઓછી છે.

આ કારણે ટ્રાન્જેક્શન ફેલ થયા અને ખેડૂતોના ખાતામાં હપતો ન પહોંચ્યો

  • લાભાર્થીનું ખાતું બંધ થઈ જવાના કારણે
  • ખાતું ટ્રાન્સફર થઈ જવાના કારણે
  • યોજનાના કાગળોના ખાતામાં ખોટું IFSC કોડ હોવાના કારણે
  • બેંક દ્વારા નક્કી કરેલી લીમિટ કરતાં વધુ પૈસાની લેવડદેવડના કારણે
  • ખાતાધારકનું મોત થવાથી
  • ખાતું બ્લોક થવાને કારણે
  • આધાર નંબર એક્ટિવ ન હોવા પર
  • નેટવર્ક ફેલ જવાને કારણે

પીએમ કિસાન યોજના અંતર્ગત ખાતામાં ટ્રાન્જેક્શન ફેલ થવાનો મુદ્દાથી નિપટવા માટે અને એવા રજિસ્ટર્ડ ખેડૂત પરિવારોને ભુગતાન માટે સરકારે એક માનવ સંચાલન પ્રક્રિયા ડેવલપ કરી છે. આ એસઓપીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર તરપથી આવશ્યક કાર્યવાહી કરવા જારી કરવામાં આવી છે. સાથે જ સરકારે પીએમ કિસાન સન્માન નિધિના પોર્ટલ પર આધારની જાણકારી યોગ્ય કરવા, લાભાર્થીઓનું સ્ટેટસ જોવા અે પોતાના ખાતામાં જાણકારી યોગ્ય કરવાની સુવિધા આપે છે. લાભાર્થી અધિકારીક વેબસાઈટ પર જઈને આ સુવિધાઓનો લાભ લઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!