6,000 રૂપિયા તમને મળશે કે નહીં , અહીં ચેક કરો : આ તારીખે મૂકાશે લિસ્ટ

રાજ્યોમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી 15 દિવસમાં મળી જવાના આશ્વાસન સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. http://pmkisan.nic.in  પર યોજના સંબંધિત બધા નિયમો આપવામાં આવેલ છે.  અહિં જણાવવામાં આવ્યું છે કે, ક્યો ખેડૂત આ યોજના હેઠળ આવે છે અને ક્યો નહિં.  સાથે જ યોજના અમલીકરણ કરવામાં વિવિધ એજન્સીઓની ભૂમિકાઓ પણ જણાવવામાં આવી છે.

લાભાર્થીઓની યાદી આ પોર્ટલ પર 25મી ફેબ્રુઆરી સુધીમાં અપલોડ કરી દે

કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, ખેડૂતોને ખાતાઓમાં મદદની રકમનો પહેલો હપ્તાના તરીકે 2-2 રૂપિયા 31 માર્ચ સુધી પહોંચી જાય, આના માટે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે,  તે લાભાર્થીઓની યાદી આ પોર્ટલ પર 25મી ફેબ્રુઆરી સુધીમાં અપલોડ કરી દે. જો રાજ્યો 25 ફેબ્રુઆરી સુધીમાં લાભાર્થીઓની યાદી પોર્ટલ પર મુકી દેશે તો ખેડૂતો અહિં પોતાના નામ જોઈ શકશે અને જાણી શકશે કે તેમને આ યોજનાનો લાભ મળશે કે નહિં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કે, અમારી પાસે યોજનાના હકદાર ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરવવા માટે 31 માર્ચ સુધીનો સમય છે. પરંતુ અમે આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવાની પ્રક્રીયા ફેબ્રુઆરી (લગભગ 28)થી જ શરૂ કરી દેવા માંગીએ છીએ. ત્યારે આને પહેલાથી જારી કામ માનવામાં આવશે અને ચુંટણી આયોગની આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો નહિં બને. ચુંટણી આયોગ સંભવતઃ માર્ચના પહેલા અઠવાડિયામાં સામાન્ય ચુંટણીની તારીખોની જાહેરાત કરશે.

હપ્તા રૂપે 2-2 હજાર રૂપિયા 31 માર્ચ 2019થી પહેલા પહોંચાડવા પડશે

હકીકતમાં, સરકારે આ યોજનાને 1 ડિસેમ્બર 2018થી જ અમલી બનાવવાની જાહેરાત કરી છે. એટલે આના પહેલા હપ્તા રૂપે 2-2 હજાર રૂપિયા 31 માર્ચ 2019થી પહેલા પહોંચાડવા પડશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલ અંતરિમ બજેટમાં પીએમ-કિસાન યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર આયોજીત આ યોજના હેઠળ દેશભરના લગભગ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂત પરિવારોને 4-4 મહિનાના ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા વાર્ષિક મદદ રકમ મળશે. આનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવશે જેની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકરથી ઓછી ખેતી યોગ્ય જમીન છે. જો કે, મજબૂત આર્થિક સ્થિતિના આધારે ખેડૂતોને યોજનાથી બહાર રાખવાની પણ જોગવાઈમાં જણાવવામા આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter