GSTV

કામની વાત/ પીએમ કિસાન યોજનાનો ડબલ ફાયદો ઉઠાવવાનો મોકો, 31 માર્ચ સુધીમાં આ કામ કરવાનું ના ભૂલતાં

કિસાન

Last Updated on March 22, 2021 by Bansari

જો તમે આજ સુધી પીએમ કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તો 31 માર્ચ સુધી જરૂર કરાવી લો. જો તમે 31 માર્ચ પહેલાં રજીસ્ટ્રેશન કરશો તો તમને ડબલ લાભ મળશે. જો તમે 31 માર્ચ પહેલાં અરજી કરો છો અને જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો હોળી પછી, તેમને 2000 રૂપિયા મળશે તેમજ એપ્રિલ અથવા મેમાં તમને બીજા હપ્તા તરીકે વધુ 2000 રૂપિયા મળશે.

જણાવી દઇએ કે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત કેન્દ્ર સરકાર 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. જો કોઈ નવો ખેડૂત તેમાં જોડાવા માંગે છે અને સરકાર સતત બે હપ્તાની રકમ પાસ કરી શકે છે. યોજનાનો લાભ લેતા ખેડૂતોની સંખ્યા હવે વધીને 11.73 કરોડ થઈ ગઈ છે. યોજનાની શરૂઆત થઈ ત્યારથી 7 હપ્તા ખેડુતોના ખાતામાં મોકલાયા છે. જેઓ આજ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેમની પાસે હજુ 31 માર્ચ સુધી મોકો છે.

કિસાન

પીએમ કિસાન માટે જરૂરી છે આ ડોક્યૂમેન્ટ્સ

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે આધારકાર્ડ આપવું ફરજિયાત છે. તમારી પાસે બેંક ખાતાનો નંબર હોવો જરૂરી છે કારણ કે સરકાર ડીબીટી દ્વારા ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરે છે. તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલ હોવું જ જોઈએ. તમે pmkisan.gov.in વેબસાઇટ પર તમારા ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરી શકો છો. તમે Farmer Cornerના  વિકલ્પ પર જઈ શકો છો અને જો તમારે આધારકાર્ડ લિંક કરવા માંગતા હોય તો આ માટે તમે Edit Aadhaar Detailના વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ કરી શકો છો.

કિસાન

ઘરે બેઠા બેઠા આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવો

સ્ટેપ 1 : પીએમ કિસાનની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ (https://pmkisan.gov.in/). ન્યૂ રજીસ્ટ્રેશનનો વિકલ્પ અહીં ઉપલબ્ધ રહેશે, તમારે તેના પર ક્લિક કરવું પડશે. હવે નવું પેજ ખુલશે.

સ્ટેપ 2 : નવા પેજ પર તમારો આધાર નંબર લખો, ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.

સ્ટેપ 3 : રજીસ્ટ્રેશન ફોર્મમાં સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ઉદાહરણ તરીકે, તમે કયા રાજ્યના છો, કયો જિલ્લો છે, તમારે બ્લોક અથવા ગામ વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, ખેડૂતોએ પોતાનું નામ, લિંગ, કેટેગરી, આધારકાર્ડની માહિતી, બેંક એકાઉન્ટ નંબર, જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે, તેનો આઈએફએસસી કોડ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ વગેરે આપવાનું રહેશે. તમારે તમારા ખેતર વિશે માહિતી પ્રદાન કરવી પડશે. સર્વે કે એકાઉન્ટ નંબર, લેન્ડ રેકોર્ડ નંબર, કેટલી જમીન, આ બધી માહિતી આપવી પડશે.

કિસાન

સ્ટેપ 4 : બધી માહિતી ભર્યા  પછી સેવ કરવી પડશે. બધી માહિતી આપ્યા બાદ રજીસ્ટ્રેશન માટે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તમારી તમામ વિગતો ભવિષ્યમાં જાણવા માટે આ બધી માહિતીને સુરક્ષિત પણ કરી શકો છો. એપ્લિકેશનનું સ્ટેટસ જાણવા માટે, તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધા જ નવા હેલ્પલાઇન નંબર 011-24300606 પર સંપર્ક કરી શકો છો.

જણાવી દઇએ કે પીએમએમ કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે 1 ડિસેમ્બર, 2018 થી લાગુ થઈ હતી. 1 એપ્રિલથી 31 જુલાઇ સુધીના દરેક નાણાકીય વર્ષનો પ્રથમ હપ્તો અને 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીનો બીજો હપતો સીધો ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી આવે છે.

Read Also

Related posts

ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા/ દિલ્હીમાં આજે બદલાશે તાપમાન, ઘાટીમાં મોટા ભાગની જગ્યા પર શૂન્ય તાપમાન

Pravin Makwana

ફોન યુઝર્સને જાગરૂક કરવા વાળી ખબર/ કરોડોમાં વેચવામાં આવી રહી છે તમારી લોકેશન, અહીં જાણો સમગ્ર ડીટેલ

Damini Patel

Beauty Tips : નેલ કલર રીમુવર થઈ ગયું છે ખતમ, તો આ ટીપ્સને અનુસરી નેલ પોલીશ કરો સાફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!