GSTV

જે લોકોને નહોતો મળવો જોઈતો તેમને મળી ગયો PM-KISAN યોજનાનો લાભ, કેન્દ્રએ ખોટા લોકોને મોકલ્યા અધધધ 1364 કરોડ રૂપિયા

PM-KISAN (PM-કિસાન સમ્માન નિધિ) યોજના હેઠળ 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયા ચૂકવી દેવામા આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ માહિતી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આરટીઆઈ હેઠળ માગવામા આવેલી સૂચનાના જવાબમાં જણાવ્યું હતું.

PM-KISAN યોજના 2019માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી અને નાના ખેડૂતો અથવા જેમની પાસે 2 હેક્ટર જેટલી જમીન છે, તેમને વર્ષમાં 3 સમાન હિસ્સામાં કુલ 6 હજાર રૂપિયાની રકમ ચૂકવવામા આવે છે. આરટીઆઈ અરજીના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, અયોગ્ય લાભાર્થીઓની 2 કેટેગરીમાં ઓળખ કરવામા આવી છે. જેમાંથી એક છે યોગ્યતાના માપદંડો પૂર્ણ ના કરતા લોકો છે. જ્યારે બીજી શ્રેણીમાં ઈન્કમ ટેક્સ ભરતા ખેડૂતો છે.

અયોગ્ય લાભાર્થી પાસેથી પરત લેવાશે રકમ

કોમનવેલ્થ હ્યૂમન રાઈટ્સ ઈનિશિએટિવ (સીએચઆરઆઈ) સાથે સંબંધ આરટીઆઈ અરજદાર વેંકટેશ નાયકે આ આકંડા સરકાર પાસેથી મેળવ્યા છે. તેમણે કહ્યું કે,‘અયોગ્ય લાભાર્થીઓમાંથી અડધાથી વધુ એટલે 55.58 ટકા ઈન્કમ ટેક્સ ભરવાની શ્રેણીમાં આવે છે. બાકીના 44.41 ટકા ખેડૂતો યોગ્યતાના માપદંડ પૂર્ણ કરતા નથી. મીડિયામાં આવેલા એક અહેવાલ અનુસાર અયોગ્ય લાભાર્થીઓ પાસેથી રકમ વસૂલવાની પ્રકિયા શરૂ કરી દેવામા આવી છે.’

અયોગ્ય લાભાર્થીમાં ગુજરાતના ખેડૂતો પણ સામેલ

નાયકે જણાવ્યું કે, 2019થી શરૂ થયેલી PM-KISAN યોજના હેઠળ જુલાઈ 2020 સુધી 1364 કરોડ અયોગ્ય લાભાર્થીઓને ચૂકવવામા આવ્યા છે. અયોગ્ય લાભાર્થીઓ મોટાભાગે પાંચ રાજ્યો- પંજાબ, આસામ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. જેમાંથી પંજાબમાં 23.6 ટકા (4.74 લાખ), આસામમાં 16.8 ટકા (3.45 લાખ) અને મહારાષ્ટ્રમાં 13.99 ટકા (2.86 લાખ) લોકોએ અયોગ્ય લાભ મેળવ્યો છે. સિક્કિમમાંથી માત્ર 1 અયોગ્ય લાભાર્થી મળ્યો.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!