PM Kisan Samman Nidhi Yojana: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. સરકાર આ પૈસા ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત ત્રણ હપ્તામાં જારી કરે છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત 6 હપ્તા જારી કરાવામાં આવ્યા છે અને આગામી હપ્તો 1 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાના શરૂ થશે.

નિયમો અનુસાર દર ચાર મહિનાના અંતરમાં ખેડૂતોને હપ્તો ચુકવવામાં આવે છે. જો તમે આ યોજના અંર્ગત હપ્તો મેળવવા માટે અરજી કરી છે અને લાભાર્થી સૂચિમાં તમારુ પણ નામ છે તો 2 હજાર રૂપિયા તમને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સાથે જ જો અરજીમાં ગરબડ હોય તો હપ્તો રોકી લેવામાં આવે છે. અરજી કરતી વખતે ખેડૂત જો બે શરતો પૂરી કરી લે તો તેમનો હપ્તો નહી અટકે.


તેમાંથી પહેલી શરત એ છે કે જો તમામ ડોક્યુમેન્ટ્સ બરાબર હોય તો એકાઉન્ટમાં સાતમો હપ્તો આવી જશે. મોટાભાગે એવુ જોવા મળ્યું છે કે ખેડૂત જે ડોક્યુમેન્ટ્સ જમા કરે છે તેમાં કોઇ ભૂલ હોય છે. આ કારણે હપ્તો રોકી લેવામાં આવે છે.

સાથે જ બીજી શરત એ છે કે ફોર્મમાં જાણકારી ભરતી વખતે ખેડૂતો ભૂલ કરી બેસે છે. ફોર્મમાં નામનો સ્પેલિંગ ખોટો હોય છે અને ડોક્યુમેન્ટ્સમાં અલગ. ઘણા ખેડૂતોનો બેન્ક એકાઉન્ટ નંબર પણ ખોટો હોય છે. આવી સ્થિતિમાં પણ હપ્તો રોકી લેવામાં આવે છે. જો કે જો લાભાર્થી સૂચિમાં નામ સામેલ કરી દેવામાં આવ્યું હોય અને હપ્તો રોકી લેવામાં આવે તો આગામી હપ્તામાં પૈસા ઉમેરાઇને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ