GSTV

પીએમ કિસાન સન્માન યોજના / નવા વર્ષ પહેલા જ ખેડૂતોને મળશે શાનદાર ભેટ, સરકારે કરી લીધી છે બધી તૈયારીઓ પૂર્ણ

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ખેડૂતો માટે ખુશખબર લઈને આવી રહ્યો છે. ઘણા લાંબા સમયથી પીએમ કિસાન સન્માન યોજનાના 10માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં ડિસેમ્બર મહિનામાં 2000 રૂપિયા આવશે. અત્યારસુધી ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠળ 9 હપ્તા જમા કરવામાં આવ્યા છે. 15 ડિસેમ્બર સુધી સરકાર 10મોં હપ્તો પણ જમા કરી દેશે.

પીએમ કિસાન

ડિસેમ્બરમાં ખેડૂતો માટે ભેટ

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી કરવા અને તેમની આવક માટે વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવે છે. અત્યારસુધી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 9 હપ્તામાં પૈસા જમા કરી દેવામાં આવ્યા છે, હવે આગામી 10મોં હપ્તો આગામી મહિનામાં જમા કરવામાં આવશે.

શું છે યોજનાનું ઉદ્દેશ્ય

આ યોજનાનો હેતુ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને તેમની સીધી જ આર્થિક મદદ કરવાનો છે. આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને આગામી મહિને ફરી ખુશખબર મળવાની છે. જો તમે પણ તેના માટે રી કરી છે તો તમે પણ તમારું નામ આ લિસ્ટમાં ચેક કરી શકો છો.

તમારા હપ્તાનું સ્ટેટસ કરો ચેક

  • તમારા હપ્તાનું સ્ટેટસ જાણવા માટે પહેલા વેબસાઇટ પર જાઓ
  • આ પછી જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો
  • હવે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે
  • અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો
  • અહીં તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!