GSTV
Gujarat Government Advertisement

PM Kisan: તમારી આ એક ભૂલના કારણે ખાતામાં નથી આવી રહ્યાં સ્કીમના પૈસા, આ રીતે કરો સુધારો

6

Last Updated on January 20, 2021 by Karan

મોદી સરકારે ખેડુતોની આવક વધારવા અને ખેતીમાં મદદ કરવા 2018 માં એક વિશેષ યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને  6,૦૦૦ રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ 6,000 રૂપિયા વર્ષે 3 હપ્તાના આધારે આપે છે. 4 મહિનામાં એક હપ્તો આવે છે. અત્યાર સુધીમાં સરકારે 6 હપ્તામાં નાણાં ખેડૂતોને આપ્યા છે. સાતમો હપ્તો પણ ડિસેમ્બરથી આવવા માંડ્યો છે.

એવા લાખો ખેડુતો છે જેમની સાતમા હપ્તાની પેમેન્ટ અટકી ગઈ છે. તેમનાથી આધાર નંબર અથવા એકાઉન્ટ નંબર આપવામાં કોઈ ભૂલ થઈ હશે. તેથી, તેમને હજી સાતમા હપ્તાના 2000 રૂપિયા મળ્યા નથી. આ કિસ્સામાં, જો તમે પણ કોઈ ખોટી માહિતી ભરી છે, તો તે પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સુધારી શકાય છે.

ખાતા

આ રીતે સુધારો ભૂલ

સૌથી પહેલા તમારી પીએમ કિસાન (PM Kisan)ની ઑફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર વીઝીટ કરવાનું છે. તે બાદ અહીં તમને Farmers Cornerનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવા પર આધાર એડિટનો ઓપ્શન દેખાશે. તેમાં ક્લિક કરવા પર એક નવુ પેજ ખુલશે. જ્યાં તમે તમારો આધાર નંબર સુધારી શકો છો. આ ઉપરાંત જો તમારા એકાઉન્ટ નંબરમાં ભૂલ થઇ ગઇ હોય તો તમારે તમારા એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો પડશે, જે તમારી ભૂલને સુધારી આપશે.

આ રીતે એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે પૈસા

પીએમ કિસાન નિધિ અંતર્ગત ખેડૂતોએ ઑનલાઇન  અપ્લાય કરવાનું હોય છે. તે બાદ તે એપ્લીકેશનને રાજ્ય સરકાર તમારા રેવન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરવામાં આવે છે. રાજ્ય સરકાર જ્યા સુધી તમારા એકાઉન્ટને વેરિફાય નહી કરે ત્યાં સુધી પૈસા નહી આવે. જેવુ રાજ્ય સરકાર વેરિફાય કરી દેશે તો પછી FTO જનરેટ થાય છે. તે બાદ કેન્દ્ર સરકાર એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.

ખાતા

કોને મળે છે આ સ્કીમનો લાભ

  • આવી રીતે ખેડૂતો જે ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારક છે, વર્તમાન અથવા પૂર્વ મંત્રી છે, મેયર અથવા જિલ્લા પંચાયત અધ્યક્ષ છે, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદ છે તો તે આ સ્કીમથી બહાર માનવામાં આવશે. ભલે તે ખેડૂત હોય.
  • કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહી. બાકી પાત્ર હશે.
  • વ્યવસાયી, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કેટેક્ટ, જે ક્યાંય ખેતી પણ કરતા હોય તેને લાભ નહી મળે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ચતુર્થી શ્રેણી/સમૂહ ડી કર્મચારીઓ લાભ મળશે.
  • પાછલા નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સની ચુકવણી કરતા ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાહત / અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, નોંધાયા આટલા કેસ

Bansari

પાણીમાં કરજો વધાર: ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, સામાન્ય જનતા માથે પડતા પર પાટુ

Pravin Makwana

ફફડાટ/ કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે હશે જીવલેણ, વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ખતરનાક આશંકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!