અત્યારે અંદાજે 11 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા 2,000 રૂપિયાના આઠમા હપ્તાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ હવે આ ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા વધારાના મેળવવાની તક પણ છે. ખેડૂતોની મદદ કરવા માટે મોદી સરકાર હવે પીએમ-કિસાનના લાભાર્થીઓને વાર્ષિક 36000 રૂપિયા આપશે. અત્યાર સુધી સરકારે પીએમ કિસાન યોજના હેઠળ 7 હપ્તા જારી કર્યા છે.

ગત વર્ષે સરકારે એપ્રિલ મહિના સુધી આ યોજના હેઠળ મળતો હપ્તો જારી કરી દીધો હતો. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અત્યાર સુધી હપ્તાની રકમ ખેડૂતોને નથી મળી. જોકે કેટલાક મીડિયા અહેવાલમાં સરકારી સૂત્રોને ટાકીને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ આઠમો હપ્તો જારી કરી દેવામાં આવશે.
ખેડૂતોને કેવી રીતે મળશે વાર્ષિક 36,000 રૂપિયા
પીએમ-કિસાન યોજનાના લાભાર્થિઓને વાર્ષિક 36,000 રૂપિયાનો લાભ મેળવવા માટે ‘પ્રધાનમંત્રી કિસાન સમાજ યોજના’ માટે નોંધણી કરાવવી પડશે. આ મોદી સરકારની પેન્શન યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોની વયના 60 વર્ષ પૂર્ણ થયા પછી, તેમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાની પેન્શન મળશે.
ખેડુતોએ આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે નહીં
વિશેષ બાબત એ છે કે જે ખેડુતોને પીએમ-કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તેઓએ આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે નહીં. સરકાર પાસે પહેલાથી જ તેમના તમામ મહત્વપૂર્ણ પુરાવા છે, આવી સ્થિતિમાં આ ખેડુતોને કોઈ નોંધણી કરાવવી પડશે નહીં કે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં.
પીએમ-કિસાન યોજના હેઠળ મળેલા હપ્તા દ્વારા ખેડૂતોને પણ આ યોજનામાં સીધો ફાળો આપવાનો વિકલ્પ મળશે. આ રીતે કિસાન માનધન યોજના હેઠળ ફાળો આપવા માટે ખેડુતોને તેમના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે નહીં. તેના માટે તેમને વાર્ષિક 6,000 રૂપિયા મળતી રકમથી જ પ્રીમિયમ કટ થઇ જશે.
ખેડુતોને બમણો ફાયદો
આ રીતે ખેડૂતોને બમણો ફાયદો થવાનો છે. ખેડુતોને દર વર્ષે 6,000 રૂપિયા જ નહીં, પણ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા પણ મળશે. આ રીતે, બંને યોજનાઓનો લાભ લઈને ખેડૂતોને 42,000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
આ યોજનાનો લાભ કોને મળશે?
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત 18થી 40 વર્ષના ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. પરંતુ આ માટેની શરત એ છે કે ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેકટરમાં ખેતીલાયક જમીન હોવી જોઈએ. તેઓએ દર મહિને માત્ર 55 રૂપિયાથી 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
આ યોજના હેઠળ પ્રીમિયમની આ રકમ ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી ચૂકવવી પડશે. આ ખેડૂતોની ઉંમર પર આધારીત રહેશે.

ખેડૂતોને કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે
જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે, તો તેણે દર મહિને 55 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી બાજુ, જો 30 વર્ષનો ખેડૂત આ યોજનામાં જોડાય છે, તો તેણે મહિને 105 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. 40 વર્ષના ખેડુતોએ દર મહિને 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમ તરીકે આટલી જ રકમ કેન્દ્ર સરકાર પણ પોતાની તરફથી ફાળવે છે.
Read Also
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ