ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે ચાલી રહેલી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અન્નદાતાઓને વર્ષમાં ત્રણ હપ્તામાં રૂપિયા 6 હજારની રકમ દેવામાં આવી છે.આ સ્કીમ હેઠળ લાભાર્થી ખેડૂતો માટે કેટલાક નિયમો પણ રાખવામાં આવ્યાં છે. પરંતુ ખોટી જાણકારી આપીને રકમ લેવાના કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. પીએમ કિસાન યોજના હેઠળ ચાલી રહેલી આ ગડબડીને દુર કરવા માટે સરકારે 5 ટકા લાભાર્થી ખેડૂતોને ફિઝીકલ વેરીફિકેશન કરવાનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રાલય અનુસાર આ કામ જિલ્લા કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવશે.
ખોટી માહિતી આપનારની ખેર નથી
આ સ્કીમ હેઠળ ખોટા ખાતામાં જનારી રકમ સરકારને પાછી મળશે. તે સીવાય ફિઝીકલ વેરીફિકેશનના માધ્યમથી ખોટી જાણકારી આપનારની સમગ્ર ઓળખ મેળવાશે. આવી સ્થિતિમાં તે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે જેમણે આ સ્કિમમાં લાભ લેવા માટે ખોટી જાણકારી દઈ રહ્યાં છે. વિતેલા વર્ષમાં ડિસેમ્બર સુધી સરકારે 8 રાજ્યોમાં કુલ 1,19,743 લાભાર્થીઓના ખાતામાંથી સ્કિમના રૂપિયા પાછા લીધા હતાં. આ લોકોએ આપેલી જાણકારી અને દસ્તાવેજમાં મેળ ખાઈ નથી રહ્યો.

ખોટી રીતે લાભ લેશો તો મળશે આ સજા
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિ ખોટી જાણકારી આપીને સ્કિમનો લાભ લઈ રહ્યાં છે અને બાદમાં પકડાય છે તો તેના ખાતામાંથી પુરી રકમ પાછી લેવામાં આવશે. તે સીવાય તેના ઉપર ધોખાધડીના આરોપો હેઠળ કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે.
ખેતીની જમીનનો બીજે ઉપયોગ કરશો તો નહીં મળે લાભ
આ પણ બાબત ધ્યાન રાખો કે જો ખેતીની જમીનનો ઉપયોગ કોઈ બીજા કામ કરવા માટે કરી રહ્યાં છો તો આ યોજનાનો લાભ નહીં મળે. જેવી રીતે કે, તમારી ખેતીની જમીન ઉપર વ્યવસાયિક ગતિવિધિઓ શરૂ કરવી કે ઘર અને દુકાનનું નિર્માણ કરવું. આવું કરવા ઉપર પીએમ કિસાન યોજનાના લાભાર્થી નહી માનવામાં આવે છે. તેવામાં જરૂરી છે કે આવેદન દેતા પહેલા તેની શરતોને ધ્યાને લો.
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો