GSTV
Gujarat Government Advertisement

ખુશખબર / આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, હમણાં જ જુઓ તારીખ

Last Updated on April 29, 2021 by Bansari

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં આઠમા હપ્તાના 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. જો તમે પણ એપ્રિલ-જુલાઈના 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઇ રહ્યા છો, તો આ મહિનાના અંત સુધી અથવા 2 મે પછી ક્યારેય પણ તમારા અકાઉન્ટમાં રૂપિયા આવી શકે છે. પીએમ કિસાન યોજનાના રૂપિયા ક્યા અકાઉન્ટમાં આવશે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. લિસ્ટમાં આવી રીતે ચેક કરો…

દર વર્ષે પહેલો હપ્તો 1 એપ્રિલના રોજ આવે છે

પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2 હજારના ત્રણ હપ્તામાં આપે છે. તેના હેઠળ દર વર્ષે પ્રથમ હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો એક ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.

લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

  • સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.inની મુલાકાત લો.
  • તેના હોમપેજ પર Farmers Cornerનો ઓપ્શન હશે.
  • Farmers Corner પર ક્લિક કરી Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરો.
  • પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવું પડશે.
  • જે બાદ Get Report પર ક્લિક કરો. આ પછી, લાભાર્થીઓની લિસ્ટ દેખાશે, જેમાં તમે તમારું નામ તપાસી શકો છો.
  • આવી રીતે ઇન્સ્ટોલમેન્ટનો સ્ટેટસ ચેક કરી શકાય છે
કિસાન

વેબસાઈટ પર જઈને જમણી બાજુ ફાર્મર કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો. જે બાદ બેનેફિશિયરી સ્ટેટસ (Beneficiaries List)ના ઓપ્શન પર ક્લિક કરો, ત્યારબાદ નવો પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો. જે બાદ સ્ટેટસની જાણકારી મળી જશે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો. આ માટે તમારી પાસે ખેતરના ઉતારા, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ ડિટેલ્સની જરૂર પડશે. જે બાદ તમે pmkisan.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!