GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

PM Kisan Samman Nidhi Yojana 2020: આવા લાભાર્થીઓના ખાતામાં આવેલા પૈસા સરકાર લઈ લેશે પાછા, આ છે કારણ

PM Kisan Samman Nidhi Yojana 2020

મોદી સરકારની સૌથી મોટી ખેડૂત યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કિમ (Pradhan mantri kisan samman Nidhi scheme)માં પારદર્શિતા રાખવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખોટા લોકોના એકાઉન્ટમાં ગયેલા પૈસા પણ પરત લેવામાં આવી રહ્યા છે. દરેક વસ્તુ પારદર્શક રહે તેના માટે વધુ એક તૈયારી કરવામાં આવી છે. હવે લાભાર્થીઓની યોગ્યતા જાણવા માટે 5 ટકા ખેડૂતોનું હાલ વેરિફિકેશન થશે. કૃષિ મંત્રાલયે કહ્યું કે જે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં વેરિફિકેશનની પ્રક્રિયા હશે. 

PM Kisan Samman Nidhi Yojana 2020

માટે ખોટી જાણકારી આપીને જો તમે પૈસા લઈ રહ્યા છો તો પછી સાવધાન થઈ જાઓ. અથવા તો તમે 5 ટકા ફિઝીકલ વેરિફિકેશનમાં ફસાશો અથવા તો મોટે મોટેથી પણ તમારા એકાઉન્ટમાંથી પૈસા પરત લઈ લેવામાં આવશે. સરકારનો પ્રયત્ન છે કે પૈસા યોગ્ય લોકોના હાથમાં જાય. 

વેરીફિકેશન માટે જિલ્લા સ્તર પર એક સિસ્ટમ છે. મંત્રાલય ઈચ્છે છે કે રાજ્યોમાં આ સ્કીમના નોડલ અધિકારી નિયમિત રૂપથી વેરીફિકેશનની પ્રક્રિયાનીની દેખરેખ કરે. જો કોઈ જરૂરીયાત મહેસુસ કરવામાં આવે છે તો બહારની એજન્સી પણ આ કામમાં શામેલ થઈ શકે છે. ફક્ત એજ લોકોની ચકાસણી કરવામાં આવશે જે લાભ પ્રાપ્ત કરી ચુક્યા છે.

સરકારે આટલા લોકો પાસેથી પરત લઈ લીધા છે પૈસા

2019માં ડિસેમ્બર સુધી સરકાર આઠ રાજ્યોના 1,19,743 લાભાર્થીઓના ખાતામાંથી આ સ્કીમના પૈસા પકત લઈ ચુકી છે. કાણકે લાભ લેનારના નામ અને તેમના કાગળમાં સમાનતા ન હતી. આ સ્કીમ હેઠળ પૈસાના ટ્રાન્જેક્શનની પ્રક્રિયાને વધુ કડક બનાવી દેવામાં આવી છે. વેરીફિકેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. જેથી આવા પ્રકારની ઘટના ફરી ન થાય.  

PM Kisan Samman Nidhi Yojana 2020

વેરિફિકેશન કઈ રીતે થશે?

લાભાર્થીઓના ડેટાના આધારે વેરિફિકેશનને પણ જરૂરી કરી દેવામાં આવ્યું છે. જો કોઈ સંબંધિત એજન્સીને પ્રાપ્ત ડિટેલ્સમાં આધાર સાથે સમાનતા નથી મળી રહી તો સંબંધિત રાજ્યો અથવા કેન્દ્ર સાશિત પ્રદેશોના એ લાભાર્થિઓની જાણકારીમાં સુધાર અથવા બદલાવ કરવાનો રહેશે.

ગડબડી પર આ રીતે પરત લેવામાં આવે છે પૈસા

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture) રાજ્યોને એક પત્ર લઈને જણાવી દીધુ છે કે જો અયોગ્ય લોકોને લોભ મળવાની સુચના મળે છે કો તેમના પૈસા કઈ રીતે પરત થશે. યોજનાના સીઈઓ વિવેક અગ્રવાલે જણાવ્યા અનુસાર આ મોટી યોજના છે કો ગડબડીની સંભાવના વધુ રહે છે.  

PM Kisan Samman Nidhi Yojana 2020

જો અયોગ્ય લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા તો તેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પરત લઈ લેવામાં આવશે. બેન્ક આ પૈસાને અલગ એકાઉન્ટમાં નાખશે અને રાજ્ય સરકારને પરત કરશે. રાજ્ય સરકારે અયોગ્ય વ્યક્તિ પાસેથી પૈસા પરત લઈને https://bharatkosh.gov.in/માં જમા કરાવવાના રહેશે. આવતા હપ્તા જાહેર થયા પહેલા લોકોના નામ હટાવી લેવામાં આવશે.

જાણો કોને નહીં મળે લાભ

  • ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારક, વર્તમાન- પૂર્વ મંત્રી, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદને પૈસા નહીં મળે, ભલે તે ખેતી કરી રહ્યા હોય.
  • કેન્દ્રય અથવા રાજ્ય સરકારમાં અધિકારી અને 10 હજારથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતોને લાભ નહીં મળે.
  • પ્રોફેશનલ, ડોક્ટર, એન્જીનયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, જે ક્યાય ખેતી પણ કરતા હોય તેને લાભ નહીં મળે. 
  • ગયા નાણાકીય વર્ષમં ઈનકમ ટેક્સનની ચુકવણી કરનાર ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.

Read Also

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!