કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને આપવામાં આવતી 6 હજાર રૂપિયાની મદદ વાળી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાંથી 2 કરોડ ખેડૂતોને હટાવી દીધા છે. સરકાર હાલ ખેડૂતોના ખાતામાં સાતમા હપ્તા અંતર્ગત 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે.
આ ખેડૂતોના નામ હટાવાયા
બીજી તરફ સરકાર બોગસ ખેડૂતો પર પણ સકંજો કસી રહી છે. આ કારણે લિસ્ટમાંથી આવા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે. આ સમયે પીએમ કિસાન પોર્ટલમાં યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા 9 કરોડ 97 લાખની આસપાસ રહી ગઇ છે જ્યારે થોડા દિવસ પહેલા સુધી આ સંખ્યા 11 કરોડની નજીક હતી.

1 ડિસેમ્બરથી શરૂ થયો છે હપ્તો
સરકાર દર ચાર મહિનામાં 2 હજાર રૂપિયાનો હપ્તો નાંખે છે. આ જ અંતર્ગત 1 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા આવી રહ્યાં છે. બોગસ ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતા. જે બાદ સરકારે આવા ખેડૂતો પાસેથી રિકવરી શરૂ કરી હતી જે આ યોજનાને પાત્ર ન હતા. અત્યાર સુધી આવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્ર, એમપી અને યુપીથી સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રિકવરીના ડરથી અનેક રાજ્યોમાં ફેક એન્ટ્રી કરનારા ખેડૂતોએ પોતાના નામ હટાવી લીધા છે જ્યારે લાખો ખેડૂતોને તેમના ખોટા ડેટાના કારણે પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
દર વખતે ઘટી રહી છે ખેડૂતોની સંખ્યા
જેમ જેમ હપ્તા આગળ વધતા જાય છે તેમ તેમ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા ઘટતી જઇ રહી છે. પીએમ કિસાન પોર્ટલ અનુસાર પહેલો હપ્તો 10.52 કરોડ ખેડૂતોને મળ્યો હતો. ત્યાં બીજો હપ્તો 9.97 કરોડ, ત્રીજો 9.05 કરોડ, ચોથો હપ્તો 7.83 કરોડ અને પાંચમો હપ્તો 6.58 કરોડ ખેડૂતો સુધી પહોંચ્યો. જ્યારે છઠ્ઠો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા ફક્ત 3.84 કરોડ રહી ગઇ છે. તેવામાં સાતમો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા તેનાથી પણ ઓછી હોઇ શકે છે.

મહારાષ્ટ્રમાં એવા 2.30 લાખ ખેડૂતોને સમ્માન નિધિની ચુકવણી કરવામાં આવી છે, જે ટેક્સ ભરે છે. તપાસમાં આ મામલો સામે આવ્યો છે કે આવા ખેડૂતોને કુલ 208.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. હવે સરકાર તેમની પાસેથી આ રકમ વસૂલવા જઇ રહી છે. સાથે જ તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના ખાતાની તપાસ કરવામાં આવી, જેમાંથી 5.38 લાખ બોગસ નીકળ્યા. આવા લોકો પાસેથી સરકાર વસૂલી કરી રહી છે. આવી જ છેતરપિંડીની ખબરો અન્ય અનેક રાજ્યોમાંથી મળી છે, જેમાં લાખો અપાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતાં.
નવી લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારુ નામ
- વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ.
- અહીં ‘લાભાર્થી સૂચી’ની લિંક પર ક્લિક કરો.
- તે બાદ તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામની વિગતો નોંધો.
- આટલુ કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને આખી લિસ્ટ જુઓ.
Read Also
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ