GSTV
AGRICULTURE Trending

જાણો કયા દિવસે આવી શકે છે 13મો હપ્તો, આ ખેડૂતોને નહીં મળે લાભ

આપણા દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. આવી સ્થિતિમાં દેશની મોટી વસ્તી સીધી રીતે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. બીજી તરફ આજે પણ દેશમાં આવા ખેડૂતોની સંખ્યા મોટી છે, જેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા છે. જેના કારણે તેમને ખેતી કરતી વખતે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દેશના ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને આર્થિક સુરક્ષા આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે ત્રણ હપ્તાના રૂપમાં 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

ખેડૂતો

અત્યાર સુધીમાં કુલ 12 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 12મો હપ્તો મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો 13મા હપ્તાના પૈસાની રાહ જોઈ રહ્યા છે.

તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. મીડિયા રિપોર્સ અનુસાર, ભારત સરકાર આગામી વર્ષ જાન્યુઆરી મહિનામાં 13મા હપ્તા માટે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. જોકે, 13મા હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બીજી તરફ જે ખેડૂતોએ હજુ સુધી તેમનું ઇ-કેવાયસી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરાવ્યું નથી. તેમને પણ યોજનાનો લાભ નહીં મળે. યોજનાનો લાભ લેવા માટે તમારે શક્ય તેટલી વહેલી તકે યોજનામાં તમારું ઇ-કેવાયસી કરાવવું જોઈએ.

આ ઉપરાંત તમારે શક્ય તેટલી વહેલી તકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં તમારા રેશન કાર્ડની નકલ પણ સબમિટ કરવી જોઈએ. જો તમે યોજના માટે નોંધણી કરતી વખતે આધાર કાર્ડ અથવા બેંક ખાતાની ખોટી વિગતો દાખલ કરી છે. આ સ્થિતિમાં તમારા હપ્તાના પૈસા પણ અટકી શકે છે.

READ ALSO

Related posts

GUJARAT ELECTION / શું તમે જાણો છો? મતદાન માટે ભારતમાં કઈ બેઠક પર થયો હતો પ્રથમવાર EVMનો ઉપયોગ

Kaushal Pancholi

પ્રતિબંધોને કારણે ઓટો, ટ્રેન સહિતના અન્ય ઉત્પાદનોના કાચા માલની રશિયામાં ખેંચ : ભારત પાસે આશા

Padma Patel

ન્યાયાધીશ નિમણૂક કેસ / કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મુદ્દે વિવાદ, કેન્દ્ર સરકારે 20 નામો પરત મોકલ્યા

Hardik Hingu
GSTV