GSTV

દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં જોરદાર વધારો, મોદી સરકાર માટે છે આ ખુશખબર

દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં 9 ઓક્ટોબરે પૂર્ણ થતા અઠવાડિયા સુધીમાં 5.867 અરબ ડોલરનો વધારો થયો છે અને આ સાથે જ દેશનો વિદેશ હુંડિયામણ ભંડાર 551.505 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. RBI તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આ કહેવામાં આવ્યું છે. જ્યારે બે ઓક્ટોબરે પૂર્ણ થતાં અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ 3.618 અરબ ડોલરના વધારે સાથે 545.638 અરબ ડોલરના સ્તરે પહોંચ્યો હતો.

RBIના આંકડાઓ પ્રમાણે 09 ઓક્ટોબરે પૂર્ણ થતાં અઠવાડિયામાં ફોરેન કરન્સી એસેટ્સમાં સારો એવો વધારાના કારણે વિદેશ હુંડિયામણમાં આ નોંધપાત્ર વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન FCA 5.737 અરબ ડોલરના વધારા સાથે 508.783ના સ્તરે પહોંચી ગયો. ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં જમા યૂરો, પાઉન્ડ અને યેન જેવી બિન અમેરીકન કરન્સીમાં ભાવ તેજી કે અવમુલ્યનના પ્રભાવને સામેલ કરવામાં આવે છે. FCAને ડોલરના ટર્મમાં દર્શાવવામાં આવે છે.

RBIના આંકડાઓ પ્રમાણે મુલ્યાંકન અઠવાડિયામાં સોનાનો ભંડાર 11.3 કરોડ ડોલરના વધારા સાથે 36.598 અરબ ડોલર પર પહોંચી ગયો. આ હાલના આંકડાઓ અનુસાર 9 ઓક્ટોબરે પૂર્ણ થતા અઠવાડિયામાં IMFથી દેશનો વિશેષ એક્સપોર્ટ અધિકાર 40 લાખ ડોલરના વધારા સાથે 1.480 અરબ ડોલર પર પહોંચી ગયો. આ સાથે જ IMFમાં દેશના રિઝર્વ 1.30 કરોડ ડોલરના વધારા સાથે 4.644 અરબ ડોલર પર પહોંચી ગયું.

READ ALSO

Related posts

દશેરાએ દુકાન પર ઉભા રહી ફાફડા-જલેબીની લિજ્જત નહી માણી શકો, આ નવા નિયમો લાગુ કરાશે-

pratik shah

ગામડાના લોકોને મળશે વધુ સુવિધાઓ, મોદી સરકારે લોન્ચ કરી 10 હજાર કરોડ રૂપિયાની યોજના

Ankita Trada

કૃષિ બિલ/ આમ આદમી પાર્ટીનું પંજાબ વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન, આખી રાત નેતાઓ ધરણા પર રહ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!